રાત્રે સૂતા પહેલા ખાઓ આ 1 વસ્તુ, નહીં થાય અસ્થમા સહિતની ગંભીર બીમારી - Sandesh
NIFTY 10,965.55 -14.90  |  SENSEX 36,405.59 +32.15  |  USD 68.7675 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાત્રે સૂતા પહેલા ખાઓ આ 1 વસ્તુ, નહીં થાય અસ્થમા સહિતની ગંભીર બીમારી

રાત્રે સૂતા પહેલા ખાઓ આ 1 વસ્તુ, નહીં થાય અસ્થમા સહિતની ગંભીર બીમારી

 | 10:00 am IST

મોટી ઇલાયચી ખાવાનો સ્વાદ વધારવા સિવાય સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જેમા એન્ટીઓક્સીડેન્ટ, વિટામીન સી, ફાઇબર અને પોટેશિયમ સહિત ભરપૂર પ્રમાણમાં રહેલા છે. જે માથાના દુખાવાથી લઇને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાથી રોકે છે.તેને કાળી ઇલાયચીના નામથી પણ ઓળખવામાં આવે છે. જે શરીરમાંથી ટોક્સિન બહાર નીકાળવામાં મદદ કરે છે. જો તમે રાત્રે સૂતા પહેલા એક મોટી ઇલાયચી ખાઇને ગરમ પાણી પીઓ છો તો તમે કેટલીક સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓથી બચી શકો છો.

તનાવથી મળશે રાહત
જો તમને કોઇપણ પ્રકારનો તનાવ છે તો રાત્રે એક ઇલાયચી ખાઇને સૂઇ જાઓ. જેનાથી તમને સારી ઊંઘ આવશે અને સાવારે તમે તાજગીનો અનુભવ થશે. તે સિવાય આ એક પેનકિલરની જેમ કામ કરે છે. તેના સેવનથી માથાના દુખાવાથી પણ રાહત મળે છે.

કેન્સરથી રાહત
મોટી ઇલાયચીમાં એન્ટી કેન્સર અને એન્ટી ઓક્સીડેન્ટના ગુણ રહેલા છે. જે શરીરને બ્રેસ્ટ, કોલોન અને ઓવેરિયન કેન્સર સહિતની ગંભીર બીમારીઓથી બચાવી રાખવામાં ખૂબ મદદરૂપ છે.

ઇન્ફેક્શનથી બચાવે
તેમા એન્ટીસેપ્ટીક અને એન્ટીબેક્ટેરીયલ ગુણ રહેલા છે. જે બેક્ટેરિયલ સંક્રમણથી થનારા રોગોને દૂર કરવામાં મદદ કરે છે.

મોંની દુર્ગંધ દૂર કરે
જો તમે મોંમાંથી આવતી દુર્ગંધથી પરેશાન છો તો રોજ મોટી ઇલાયચી ચાવવી જોઇએ. તે સિવાય તે મોંમાં થયેલા ઘા તેમજ ચાંદાને સારા કરવા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

અસ્થમાથી રાહત
મોટી ઇલાયચીમાં રહેલા એન્ટીઇંફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરીયલ તત્લ શરીરને ફેંફસાની સમસ્યાઓ જેવી કે અસ્થમા અને ઉધરસથી બચાવે છે.