ટચૂકડી કાળામરીથી દૂર ભાગશે આ મોટી બિમારીઓ - Sandesh
  • Home
  • Health & Fitness
  • ટચૂકડી કાળામરીથી દૂર ભાગશે આ મોટી બિમારીઓ

ટચૂકડી કાળામરીથી દૂર ભાગશે આ મોટી બિમારીઓ

 | 12:29 pm IST

કાળામરીને મસાલાઓમાં સૌથી ખાસ માનવામાં આવે છે. તે ખાવામાં લાલ મરચાની જેમ તીખી પણ નથી હોતી અને સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ હોય છે. જેનું કારણ છે કે તેને કિંગ ઓફ સ્પાઇસના નામથી પણ ઓળખવામાં આવે છે. કાળામરી અનેક પ્રકારના રોગને દૂર કરવા માટે કામ લાગે છે. ઉધરસ હોય કે પેટમાં ગેસ સહિતની દરેક સમસ્યાથી છૂટકારો અપાવે છે. તેને આયુર્વેદમાં પણ ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. આવો જોઇએ દવા અને ભોજનમાં સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવતી આ કાળામરીથી શુ ફાયદા થાય છે.

• કાળામરીનું સેવન કરવાથી શરીરમાં સેરોટોનિન નામના હોર્મોંસનું સ્તર વધવાનું શરૂ થઇ જાય છે.જેનાથી મૂડ સારો રહે છે અને તનાવની સમસ્યા દુર થવાની સાથે થાક પણ ઓછો લાગ છે.
• પાચન ક્રિયામાં ગડબડી છે તો ભોજનમાં કાળામળીને સામેલ કરવાનું શરૂ કરી દો. તેનાથી ભોજન સહેલાઇથી પચવાનું શરૂ થઇ જશે. તે સિવાય કાળામરીમાં સંચળ, શેકેલું જીરૂ, લીંબુનો રસ મિક્સ કરીને સેવન કરવાથી પેટથી જોડાયેલી દરેક સમસ્યાથી લાભ મળે છે.
• પેટમાં અતિશય દુખાવો થઇ રહ્યો છે તો લીંબુમાં કાળામરી અને સંચળ મિક્સ કરને સેવન કરવું જોઇએ. આ રીતે લીંબુ અને કાળામરી તેમજ સંચળનું સેવન કરવાથી પેટમાં થઇ રહેલા દુખાવાની સમસ્યા દૂર થાય છે તેમજ પેટની અન્ય બિમારીથી રાહત મળે છે.
• કેટલીક વાર ખાણીપીણીમાં બદલાવ આવવાના કારણે પેટમાં કીડા થવાનું શરૂ થઇ જાય છે. બાળકોને આ પરેશાની સૌથી વધારે થાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે થોડાક પ્રમાણમાં કાળામરી પાઉડરને એક ગ્લાસ છાશમાં ઉમેરીને પીવાથી રાહત મળે છે.
• દાંતમાં થઇ રહેલા દુખાવાના કારણે ખાણી પીણીમાં મુશ્કેલી પડે છે. કેટલીક વાર મસૂડામાં દુખાવા અને સૂજન પણ આવી જાય છે. તેના માટે કાળામરી, માજૂફળ અને સંચળને બરાબર પીસીને ચૂર્ણ બનાવી આ ચૂર્ણથી દાંત સાફ કરો. તેમા તમે સરસોનું તેલ પણ ઉમેરી શકો છો. દાંત સંબંધિત કોઇપણ પરેશાનીને દૂર કરવા માટે આ ઉપાય ખૂબ ફાયદાકારક છે.