Health benefits of broccoli for cancer disease
  • Home
  • Featured
  • કેન્સર જેવી બીમારીઓ દૂર રાખે છે બ્રોકલી, જાણો વિગત

કેન્સર જેવી બીમારીઓ દૂર રાખે છે બ્રોકલી, જાણો વિગત

 | 12:24 pm IST

શરીરમાં પોષક તત્વોના પ્રમાણને પૂરા કરવા માટે શાકભાજીનું સેવન કરવું ખૂબ જરૂરી છે. તેમા ઉર્જાની મળવાની સાથે જ કેન્સર જેવી જીવલેણ બીમારીથી પણ બચાવ થાય છે. જે લોકો લીલા પાંદડા વાળા શાકભાજી, બ્રોકલી અને કોબીજ ખાવાના શોખીન છે, તે લોકોને અન્ય લોકોની સરખામણીમાં આંતરડાનું કેન્સર થવાનો ખતરો ઓછો થાય છે.

બ્રોકલી ખાવાથી આંતરડા રહે છે સ્વસ્થ
એક શોધ મુજબ લીલા પાંદડા વાળા શાકભાજીથી આંતરડાના કેન્સરથી બચાવની વાત કહેવામાં આવી છે. આ શોધમાં આ વાત સામે આવી છે કે બ્રોકલી ખાવાથી આંતરડા સ્વચ્છ રહે છે. જેનાથી કેન્સરની બીમારી દૂર રહે છે.

ઉંદર પર કરવામાં આવ્યો અભ્યાસ
ઉંદર પર કરવામાં આવેલી આ શોધમાં આ અંગે માલૂમ પડ્યું છે કે જેને ઇનડોલ 3 કાર્બિનોલ યુક્ત આહાર આપવામાં આવ્યો છે. તે લોકોને આંતરડાના સોજામાં ખૂબ બચાવ થયો.કોબીજ અને બ્રોકલીમાં આઇ3સી તત્વ રહેલા છે. તેનાથી શરીરમાં એક્રિયલ હાઇડોકાર્બન રિસેપિટર નામનું પ્રોટીન સક્રિયા હોય છે. જે પ્રોટીન આંતરડાના કેન્સરનું બચાવ કરવાનું કામ કરે છે. આ અભ્યાસમાં મુખ્ય બ્રિટેનની ફ્રાન્સિસ ક્રિક ઇન્સ્ટિટ્યૂટના અમીના મેતીજીએ કહ્યું કે જ્યારે કેન્સરથી પીડિત ઉંદરને આઇ3સીથી ભરપૂર શાકભાજીનું સેવન કરવામાં આવ્યું. ત્યારે તેમા ટ્યૂમરમાં વધારે સંખ્યામાં ઉણપ જોવા મળી. તેનાથી વ્યક્તિને પણ ફાયદો મળી શકે છે.

આંતરડાના બેક્ટેરિયાથી સુરક્ષા
એએચઆર પ્રોટીન શરીરમાં પર્યાવરણ સેંસરની જેમ કામ કરે છે. જે આંતરડાના એપિથિએલ કોશિકાઓને આ સંકેત આપે છે કે સોજાથી બચાવ કરવા માટે કોશિશ કરે તેનાથી આંતરડામાં રહેલા બેક્ટેરિયાથી રક્ષા કરે છે.