ચ્યૂઇંગ ગમ ચાવો અને દૂર કરો મોંથી જોડાયેલી આ સમસ્યાઓ - Sandesh
NIFTY 11,425.75 -9.35  |  SENSEX 37,908.63 +56.63  |  USD 70.2250 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • ચ્યૂઇંગ ગમ ચાવો અને દૂર કરો મોંથી જોડાયેલી આ સમસ્યાઓ

ચ્યૂઇંગ ગમ ચાવો અને દૂર કરો મોંથી જોડાયેલી આ સમસ્યાઓ

 | 2:34 pm IST

ચ્યૂઇંગ ગમ ચાવવાથી મોં ફ્રેશ થઇ જાય છે. તેને લોકો માઉથ ફ્રેશનેસની જેમ ઉપયોગ કરે છે. કેટલાક લોકોને સતત તેને ચાવવાની આદત હોય છે. બાળકોને ખાસ કરીને ચ્યૂઇંગ ગમ ચાવવા માટે ના કહેવામાં આવે છે. પરંતુ સ્વાસ્થ્યથી જોડાયેલી કેટલીક સમસ્યાઓ તેનાથી દૂર થઇ જાય છે. જોકે બાળકોને ચ્યૂઇંગ ગમ ન ખવડાવવી જોઇએ. આ વાત તો દરેક લોકો જાણે છે કે ચ્યૂઇંગ ગમ ચાવવાથી વજન ઓછું થાય છે પરંતુ તે સિવાય પણ ચ્યૂઇંગ ગમના કેટલાક ફાયદાઓ છે.

ચહેરાની ચરબી
કેટલાક લોકોનો ચહેરો ખૂબ મોટો અને ભરાવદાર હોય છે. ગરદન પર ચરબી જમા થવાના કારણે ડબલ ચિન દેખાવવા લાગે છે. ચ્યૂઇંગ ગમ ચાવવાથી આખા મોંની એકસર્સાઇઝ થાય છે અને ચહેરો ધીમે-ધીમે સ્લિમ થવાનો શરૂ થઇ જાય છે. તે સિવાય તેનાથી ભૂખ ઓછી લાગે છે અને કેલરી બર્ન થવાની શરૂ થઇ જાય છે.

દાંતની પીળાશ
પીળા દાંતથી તમારી સ્માઇલ ખરાબ દેખાય છે. જેના કારણે તમારે કેટલીક વખત શરમ અનુભવવી પડે છે. જ્યારે તમે ધીમે-ધીમે ચ્યૂઇંગ ગમ ચાવો છો તો તમારા દાંત પણ સફેદ થઇ જાય છે.

મોંની દુર્ગંધ
શ્વાસમાંથી દુર્ગંધ આવી રહી છે તો તમારી પાસેના લોકો તમારી સાથે વાત કરવાનું પણ પસંદ કરતા નથી. જેના માટે મોંનું ફ્રેશ હોવું ખૂબ જરૂરી છે. તમે ચ્યૂઇંગ ગમથી આ સમસ્યા દૂર કરી શકે છો. ફ્લેવર વાળી ચ્યૂઇંગ ગમથી શ્વાસની દુર્ગંધ દૂર થઇ જાય છે.

પાચન ક્રિયા સ્વસ્થ
ચ્યૂઇંગ ગમ ચાવવાથી પાચનથી જોડાયેલી સમસ્યાઓ દૂર થઇ જાય છે. ચ્યૂઇંગ ગમથી મોંમાં ખૂબ લાળ બનવાની શરૂ થઇ જાય છે. જેનાથી ખવાનું સહેલાઇથી પચવા લાગે છે.

કેવિટીથી છૂટકારો
દાંતમાં સડો થવાથી બચાવવા માટે પણ ચ્યૂઇંગ ગમ ચાવવી બેસ્ટ છે તેને ચાવવાથી દાંતમાં કેવિટિ થવાનો ખતરો રહેતો નથી.

આ વાતનું રાખો ખાસ ધ્યાન
– નાના બાળકોને ચ્યૂઇંગ ગમ ન આપો. કારણકે બાળકો ચ્યૂઇંગ ગમ ગળી શકે છે.
– આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ચ્યૂઇંગ ગમને ફક્ત ચાવવાની છે.
– ચ્યૂઇંગ ગમ વધારે મીઠી ન હોવી જોઇએ. તેનાથી દાંતમાં કેવિટી થવાનો ડર રહે છે.