માટલાનું પાણી પીવાથી આ બીમારીઓ થશે દૂર અને મળશે અઢળક ફાયદા - Sandesh
NIFTY 10,584.70 +20.65  |  SENSEX 34,450.77 +35.19  |  USD 66.4750 +0.36
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • માટલાનું પાણી પીવાથી આ બીમારીઓ થશે દૂર અને મળશે અઢળક ફાયદા

માટલાનું પાણી પીવાથી આ બીમારીઓ થશે દૂર અને મળશે અઢળક ફાયદા

 | 5:41 pm IST

આજના સમયમાં ભલે દરેક ઘરોમાં ફ્રીઝ છે પરંતુ તમે કેટલાક લોકોને ગરમીમાં માટલાનું પાણી પીતા જોયા હશે. કારણકે તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. માટીમાં એવા ગુણ રહેલા છે જે શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂરી કરે છે અને તમને સ્વસ્થ રાખે છે. માટલાનું પાણી કુદરતી રીતે ઠંડુ હોવાના કારણે આ પાણીથી કોઇ બીમાર પડતું નથી. જાણો કઇ કઇ સમસ્યાઓ માટે માટલાનું પાણી ઉપયોગી છે.

ઝેરી પદાર્થ
માટીમાં એવા તત્વ રહેલા છે જે પાણીની અશુદ્ધિઓને શુદ્ધ કરે છે. તે પાણીના ઝેરી પદાર્થોને શોષી લે છે અને પાણીમાં જરૂરી પોષક તત્વોને મિક્સ કરવામાં મદદ કરે છે. તેને પીવાથી શરીર સ્વસ્થ રહે છે.

પાચન તંત્ર મજબૂત કરે
માટલાનું પાણી પીવાથી શરરીમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધી જાય છે અને પ્રતિરક્ષા પ્રણાલી સારી રહે છે. પ્લાસ્ટિકની બોટલના પાણીમાં અશુદ્ધિઓ જમા થઇ જાય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

એસિડીટી અને પેટનો દુખાવો
આજકાલ એસિડીટી અને પેટના દુખાવાની સમસ્યા સામાન્ય થઇ ગઇ છે. કેટલાક લોકોને કાયમ માટે એસિડીટીની સમસ્યા રહે છે. જેથી ફ્રીઝનું પાણી પીવાની જગ્યાએ માટલાનું પાણી પીવું જોઇએ. આ પાણીમાં ક્ષારીય ગુણ રહેલા છે જે પીએચ સંતુલનને મેન્ટેન રાખે છે. તેને પીવાથી એસિડીટી અને પેટના દુખાવાથી રાહત મળે છે.

ગળાની બીમારી
ફ્રીઝનું પાણી પીવાથી ગળામાં સોજો આવવા જેવી સમસ્યા થવા લાગે છે. પરંતુ માટલાનું પાણી પીવાથી ગળામાં કોઇપણ પ્રકારની સાઇડ ઇફેક્ટ થતી નથી અને ગળાને લગતી કોઇ સમસ્યા થતી નથી.

ગર્ભાવસ્થામાં ફાયદાકારક
ગર્ભાવસ્થા દરમિયાન ઠંડુ પાણી પીવું ખૂબ હાનિકારક હોય છે. ગરમીમાં તે લોકો માટે માટલાનું પાણી ખૂબ સારુ હોય છે.