આ 1 વસ્તુથી કબજિયાતની સમસ્યાથી કાયમ માટે મળશે છૂટકારો - Sandesh
  • Home
  • Health & Fitness
  • આ 1 વસ્તુથી કબજિયાતની સમસ્યાથી કાયમ માટે મળશે છૂટકારો

આ 1 વસ્તુથી કબજિયાતની સમસ્યાથી કાયમ માટે મળશે છૂટકારો

 | 2:56 pm IST

ફાસ્ટ ફૂ઼ડના વધારે સેવન, અનિયમીત ખાણીપીણી અને ખાવાનું યોગ્ય રીતે ન પચવાના કારણે સામાન્ય રીતે કબજિયાત અને ગેસની સમસ્યા થાય છે. આજના સમયમાં 70 ટકા લોકો કબજિયાતની સમસ્યાથી પરેશાન છે. આ દરેક આદતોના કારણે કબજિયાત એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. પરંતુ સામાન્ય લાગતી આ બીમારી તેની સાથે ઘણી બીમારી લઇને આવે છે. કબજિયાતની સમસ્યામાં પેટમાં ખૂબ દુખાવો થાય છે. પરંતુ આજે અમે તમારા માટે કબજિયાતથી બચવા માટે એક રામબાણ નુસખો લઇને આવ્યા છીએ જેનાથી તમને ખૂબ ફાયદો થશે.

આદૂ
આદૂ એક અવી ઔષધિ છે જેમા કેટલાક રોગોનું સમાધાન છે. જો કબજિયાતની વાત કરીએ તો તે એક સારો ઉપાય છે.સવારે ભૂખ્યા પેટે નવશેકા પાણીની સાથે એક ટૂકડો ખાવાથી કબજિયાત અને ગેસની સમસ્યાથી કાયમ માટે રાહત મળે છે. તે સિવાય ભોજનના અડધા કલાક પહેલા એક નાનો ટૂકડો આદૂનો ખાવાથી ગેસની સમસ્યા પણ હંમેશા માટે દૂર થાય છે. આદુને ચામાં ઉમેરીને ખાવાથી તેનો સ્વાદ અને ફાયદો બન્ને મળે છે.

આદૂના ફાયદા
– આદૂને હંમેશાથી ઉધરસ માટે એક યોગ્ય દવા માનવામાં આવે છે. ઉધરસ આાવ પર આદૂના નાના ટૂકડાને યોગ્ય પ્રમાણમાં મધ સાથે ગરમ કરીને દિવસમાં બે વખત સેવન કરો. જેથી ઉધરસ આવવાની બંધ થશે અને ગળાની ખરાશથી પણ રાહત મળશે.

– આદૂનું નિયમીત સેવન કરવાથી ભૂખ ન લાગવાની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. જો તમને ભૂખ ઓછી લાગે છે તો આદુને ઝણી કટ કરીને થોડૂક મીઠુ લગાવી દિવસમાં એક વખત ખાઓ. જેથી પેટ સાફ રહેશે અને ભૂખ લાગશે.

– પેટની સમસ્યા માટે આદૂ ખૂબ ફાયદાકારક હોય છે. જે અપચો અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. આદૂને અજમા, સિંધા લૂણ તેમજ મીઠાના રસમાં મિક્સ કરીને ખાવાથી પાચન ક્રિયા સારી રહે છે. તેનાથી પેટમાં ગેસ થતો નથી અને ખાટા ઓડકાર આવવાનું પણ બંધ થઇ જાય છે. સાથે કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે.

– શરદી અને ઉધરસ થવા પર આદૂનું સેવન કરવાથી આરામ મળે છે. આદૂની ચા પીવાથી શરદીમાં રાહત મળે છે. તે સિવાય આદૂના રસને મધ સાથે મિક્સ કરીને ગરમ કરીને પીવાથી લાભ થાય છે.