હેલ્થને ટકાટક રાખશે પાણીપૂરી, ખાવાના છે અઢળક ફાયદા - Sandesh
  • Home
  • Featured
  • હેલ્થને ટકાટક રાખશે પાણીપૂરી, ખાવાના છે અઢળક ફાયદા

હેલ્થને ટકાટક રાખશે પાણીપૂરી, ખાવાના છે અઢળક ફાયદા

 | 12:06 pm IST

પકોડીનું નામ સાંભળતાની સાથે જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. પકોડી નાના બાળકોથી લઇને વૃદ્ધ દરેક લોકોને પસંદ હોય છે.પરંતુ શુ તમે જાણો છો કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. પકોડીનું સેવન કેટલાક રોગોને જડમૂળથી ખતમ કરે છે. આજે અમે તમને પકોડીના ખાવાના ફાયદા જણાવીશું. જે અંગે તમને કદાચ જ ખબર હશે. તો આવો જોઇએ પકોડી ખાવાથી સ્વાસ્થ્યને કયા કયા ફાયદાઓ થાય છે.

ક્યારે ખાઓ પકોડી
પકોડીનું સેવન સવારે કે સાંજે સૌથી વધારે ફાયદાકારક હોય છે. આ સમયે 5-6 પકોડીનું સેવન પાચનક્રિયાને સક્રિય રાખે છે. તે સિવાય ભોજન કરવાની 10-15 મિનિટ પહેલા તેનું સેવન તમારા માટે ફાયદાકારક હોઇ શકે છે. તે સિવાય તમે વર્કઆઉટ કરો છો તો તેને પહેલા કે પછી તેનું બિલકુલ ન કરો.

પકોડીના ફાયદા
મોંમાં ચાંદા પડવા
કેટલીક વખત તીખું કે ગરમ ખાવાથી કેટલીક વખત મોંમાં મોટા ચાંદા પડી જાય છે. જે સારા થવામાં ઘણો સમય લાગે છે. એવામાં તમે ફક્ત પકોડીનું સેવન કરો. તેના સેવનથી બીજા જ દિવસે મોંમાં થયેલા ચાંદા ગાયબ થઇ જશે.

પેટથી જોડાયેલી સમસ્યા
ખરાબ ખાણીપીણી આદતને કારણે આજકાલ લોકોને પેટથી જોડાયેલી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં તમે પણ પકોડીનું સેવન કરી શકો છો. જેમા રહેલા ફુદીના, સંચળ, જીરૂ, કાળામરી ગેસ, એસિડીટી તેમજ કબજિયાત જેવી બીમારીઓને જળમૂડથી ખતમ કરે છે.

ચિડીયાપણું
ગરમીના કારણે કેટલાક લોકોને ચિડયાપણુંની સમસ્યા થાય છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે પકોડીનું પાણી આ સમસ્યાને પણ દૂર કરે છે. પકોડી ખાવાથી તમારો મૂડ સારો રહે છે અને ચિડિયાપણૂ પણ દૂર ભાગે છે.

વજન ઓછું કરવા
જો તમે તમારા વધતા વજનને લઇને પરેશાન રહો છો તો પકોડીનું સેવન આ સમસ્યાને દૂર કરે છે. ભોજનની 10-15 મિનિટ પહેલા રોજ તેનું સેવન કરો. તેના સેવનથી ઝડપથી તમારું વજન ઓછું થવા લાગશે.

જીવ ગભરાવો
લાંબી યાત્રા કે તાવ બાદ જીવ ગભરાવવો કે ઉલટી જેવી સમસ્યા થાય છે તો 3-4 પકોડી ખાઇ લો. તેનાથી તમને તરત જ આરામ મળી શકે છે.