ભૂખ્યા પેટ ખાઓ દ્રાક્ષ, આ બીમારીઓ હંમેશા રહેશે દૂર - Sandesh
  • Home
  • Health & Fitness
  • ભૂખ્યા પેટ ખાઓ દ્રાક્ષ, આ બીમારીઓ હંમેશા રહેશે દૂર

ભૂખ્યા પેટ ખાઓ દ્રાક્ષ, આ બીમારીઓ હંમેશા રહેશે દૂર

 | 3:49 pm IST

દ્રાક્ષનું સેવન ઘણા લોકો કરે છે. ભલે દ્રાક્ષ સ્વાદમાં મીઠી હોય પરંતુ તેમા શુગરનું પ્રમાણ હોતું નથી. દ્રાક્ષમાં દરેક પ્રકારના જરૂરી પોષક તત્વ જેવા કે સોડિયમ, પોટેશિયમ, સાઇટ્રિક એસિડ,મેગ્નેશિયમ અને આર્યન રહેલા હોય છે. જે શરીરને ઘણી બિમારીઓથી બચાવીને રાખે છે. પરંતુ દ્રાક્ષનું સેવન સવારે ખાલી પેટે કરવામાં આવે તો ફાયદા મળે છે. અમે તમને કઇક એવી બિમારીઓ અંગે જણાવીશું. જેમા દ્રાક્ષનું સેવન કરવાથી ઘણો ફાયદો છે.

માઇગ્રેઇનનો દુખાવો
માઇગ્રેઇન એક એવી બિમારી છે જેમા માથાનો અડધો ભાગ દુખાવા લાગે છે. દ્રાક્ષનો જ્યુસ માઇગ્રેઇનનો દુખાવો દૂર કરવામાં મદદરૂપ છે. તે સિવાય માઇગ્રેઇનના દુખાવામાં દ્રાક્ષનું સેવન કરવાથી રાહત મળે છે.

એનીમિયા
જ્યારે શરીરમાં લોહીની ઉણપ થાય તો તેને એનીમિયા કહે છે. એનીમિયાની બિમારીને જળમૂળથી દૂર કરે છે. જેના માટે દ્રાક્ષ સૌથી સારો ઉપયોગ છે. રોજ ખાલી પેટે દ્રાક્ષનું સેવન કરવાથી ઘણો ફાયદો મળશે.

હાર્ટ એટેક
હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીમઓમાં પણ દ્રાક્ષ ઘણી ફાયદાકારક છે. દ્રાક્ષ એ હાર્ટ એટેકના દર્દી માટે એસપ્રિનની ગોળી જેવું કામ કરે છે. હાર્ટ એટેકના દર્દીને કાળી દ્રાક્ષનો રસ પીવડાવવામાં આવે તો હૃદય રોગ જેવી બિમારીથી છૂટકારો મળે છે.

કેન્સર
દ્રાક્ષમાં પોલી-ફેનોલિક ફાઇટોકેમિકલ રહેલા હોય છે. જે શરીરને ન ફક્ત કેન્સર પરંતુ કોરોનરી હાર્ટ ડિજીજ, નર્વ ડિજીજ, અલ્જાઇમર અને ફૂગ ઇન્ફેક્શનથી લડવાની શક્તિ પ્રદાન કરે છે.ઞ

લોહી નીકળવું
શરીરમાં કોઇપણ ભાગમાં જ્યારે ઇજા થવા પર વધારે લોહી નીકળે છે તો એક ગ્લાસ દ્રાક્ષનો રસ મિક્સ કરીને પીવો જોઇએ. જેનાથી લોહીનું પ્રમાણ બરાબર રહેશે.