Health Benefits of green fenugreek and its seeds, weight will also be in control
  • Home
  • Featured
  • લીલી મેથીની ભાજી અને તેના દાણાનું કરો સેવન, વજન પણ રહેશે કંટ્રોલમાં

લીલી મેથીની ભાજી અને તેના દાણાનું કરો સેવન, વજન પણ રહેશે કંટ્રોલમાં

 | 9:09 am IST

શિયાળામાં લોકો લીલા શાકભાજી ખાવાની સલાહ આપતા હોય છે પરંતુ લીલા શાકભાજી જોઈને ઘણાં લોકો મોઢું બગાડે છે. જ્યારે સારા સ્વાસ્થ્ય માટે ડોક્ટર પણ લીલા શાકભાજી ખાવાની સલાહ આપતા હોય છે. શિયાળામાં મેથી બજારમાં ખૂબ મળે છે. ઠંડીની ઋતુમાં મેથીનું શાક ખાવાથી શરીરને પણ ફાયદા થાય છે. મેથીનું શાક ઘણી બીમારીઓથી રાખે છે દૂર. જાણો, મેથી ખાવાથી શું ફાયદા થાય છે.

– મેથીના શાકમાં ડુંગળી ઉમેરવાથી બ્લડપ્રેશરની સમસ્યા દૂર થાય છે. જે લોકોને બ્લડપ્રેશર હોય તેમના માટે મેથીનું શાક ગુણકારી છે. મેથીનું શાક ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.

– લીલી મેથીમાં ગેલોપ્ટોમાઈનન નામનું તત્વ હોય છે જેનાથી હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે.

– મેથીમાં ફાઈબર અને એન્ટીઓક્સિડંટ હોય છે. મેથી ખાવાથી શરીરમાંથી ઝેરીલા તત્વો દૂર થાય છે. સવારે લીલી મેથીમાંથી બનાવેલો ઉકાળો પીવામાં આવે તો કબજિયાતમાં રાહત મળે છે.

– મેથીના બી અને લીલી મેથીનું શાક ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. મેથીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. મેથીના દાણામાં એમિનો એસિડ રહેલું છે.

– દરરોજ મેથીના દાણા ખાવાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. મેથીમાં ફાયબર હોવાથી ભૂખ ઘટાડે છે.

– મેથીનું ફેસપેક બ્લેકહેડ્સ, ખીલ અને કરચલીઓ દૂર કરે છે. મેથીના દાણાને પાણીમાં ઉકાળીને આ પાણીથી ચહેરો ધોવો. આ જ રીતે મેથીની તાજી પેસ્ચ ચહેરા પર લગાવવાથી ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન