નાનકડા શેતૂરથી સ્વાસ્થ્યને થશે આ આશ્ચર્યજનક ફાયદા - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • નાનકડા શેતૂરથી સ્વાસ્થ્યને થશે આ આશ્ચર્યજનક ફાયદા

નાનકડા શેતૂરથી સ્વાસ્થ્યને થશે આ આશ્ચર્યજનક ફાયદા

 | 3:43 pm IST

ગરમીમાં વધારો થઇ રહ્યો છે તો દરેક લોકો ઠંડુ ખાવાના અને પીવાના શોખીન હોય છે.આ ઋતુમાં કેટલાક એવા ફળ હોય છે જે શરીને ખૂબ ઠંડક પહોચાડે છે આ ફળોમાંથી એક છે શેતૂર. શેતૂરનું ફળ ખાવમાં જેટલું સ્વાદિષ્ટ હોય છે એટલું જ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. તેમા પોટેશિયમ , વિટામીન એ અને ફોસ્ફરસ ખૂબ પ્રમાણ રહેલા છે. આ ફળનો રંગ બ્લેક હોય છે. કાળા રંગ સિવાય તે લાલ અને લીલા રંગમાં પણ મળે છે. પરંતુ લીલા રંગનું શેતૂર ખાવામાં તીખુ કે ખાટું હોય છે. આવો જોઇએ શેતૂર ખાવાના ફાયદા.

• શેતુરની છાલ અને લીમડાની છાલને યોગ્ય પ્રમાણમાં પીસીને તેનો લેપ બનાવી લો. આ લેપને ખીલ પર લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે.

• શેતૂર ખાવાથી લોહીથી જોડાયેલી દરેક સમસ્યાઓથી આરામ મળે છે. શેતૂર, દ્રાક્ષ, અને ગુલાબની પાંખડીઓથી બનેલા રસમાં ખાંડ મિક્સ કરીને પીવાથી લોહી સાફ થાય છે.

• ગરમીના દિવસમાં લૂથી બચવા માટે શેતૂરનો ખૂબ ઉપયોગ કરવો જોઇએ. હર્બલ નિષ્ણાંત ગરમીમાં શેતૂરના રસમાં ખાંડ મીક્સ કરીને પીવાની સલાહ આપે છે. શેતૂરની તાસીર ઠંડી હોય છે. જેથી ગરમાં લૂ લાગવાથી બચાવે છે.

• શેતૂર આંખો માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. તેનો રસ પીવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે.

• શેતૂરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન અને પોટેશિયમ હોય છે. બાળકોને તેનો જરૂરથી ઉપયોગ કરવો જોઇએ. કારણકે તેમા ન્યુટ્રિએન્ટ મળે છે. તે પેટમાં રહેલા જીવાણુંઓને પણ દૂર રાખવાનું કામ કરે છે.

• ગરમીમાં ખૂબ તરસ લાગે છે. એવામાં શેતૂર ખાવાથી તરસ ઓછી લાગે છે. પહાડોમાં ટ્રેકિંગ દરમિયાન શેતૂર ખાવાથી થાક પણ ઓછો લાગે છે.