Health benefits of papaya green tea for gout and joints pain
  • Home
  • Health & Fitness
  • જડમૂળથી ગાયબ થશે સાંધાનો દુખાવો, પીઓ આ 1 ‘ચા’

જડમૂળથી ગાયબ થશે સાંધાનો દુખાવો, પીઓ આ 1 ‘ચા’

 | 12:56 pm IST

આજકાલ લોકો અનેક પ્રકારના સ્વાસ્થ્યની સમસ્યાથી પરેશાન છે. જેમાથી એક છે સાંધાના દુખાવાની સમસ્યા.. આ સમસ્યાના કારણે લાંબા સમય સુધી સાંધાના દુખાવાથી લોકો પરેશાન રહે છે. જ્યારે શરીરમાં યૂરિક એસિડનું પ્રમાણ ખૂબ વધી જાય છે ત્યારે સાંધાના દુખાવાની સમસ્યા થઇ શકે છે. યુરિક અનેક પ્રકારના આહાર લેવાતી થાય છે. સાંધાનો દુખાવો થવા પર સાંધામાં સોજા આવવા લાગે છે. જેની સાથે જ ચાલવા-ફરવા તેમજ કામ કરવામાં મુશ્કેલી થવા લાગે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે લોકો અનેક પ્રકારની દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ કોઇ ફાયદો થતો નથી. એવામાં આજે અમે તમારા માટે એક ખાસ નુસકો લઇને આવ્યા છીએ. જેનો અજમાવવાથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. તો તે નુસખો છે પપૈયાની ચા..

પપૈયાની ચા સાંધાના દુખાવામાં ખૂબ મદદરૂપ છે. તેને નિયમિત પીવાથી સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે અને હાડકા પણ મજબૂત થાય છે. આજે અમે તમને પપૈયાની ચા કેવી રીતે બનાવાય તે અંગે જણાવીશું. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય પપૈયાની ચા..

ચા બનાવવાની સામગ્રી
750 મિલીગ્રામ – પાણી
1/0 ગ્રામ – કાચા પપૈયાના ટૂકડા
2 નંગ – ગ્રીન ટી બેગ

પપૈયાની ચા બનાવવાની રીત
પપૈયાની ચા બનાવવા માટે સૌ પ્રથમ લીલા પપૈયાના નાના-નાના ટૂકડામાં કટ કરી લો. એક કઢાઇમાં પાણી ઉમેરી તેમા પપૈયાના ટૂકડા ઉમેરી લો. જ્યારે પાણીમાં ઉકળો આવવા લાગે ત્યારે ગેસની આંચ બંધ કરી લો. આશરે 10 મિનિટ માટે આ પાણીને ઠંડુ થવા દો. પાણી ઠંડુ થાય તો પપૈયાના ટૂકડાને અલગ કરી લો. હવે આ પાણીમાં ગ્રીન ટી બેગ ઉમેરીને 3 મિનિટ માટે રહેવા દો. તૈયાર છે પપૈયાની ચા. જ્યારે પણ મન કરી ત્યારે આ ચા પીઓ. થોડાક દિવસ આ ચા પીવાથી સાંધાના દુખાવાના સમસ્યાથી રાહત મળશે.

પપૈયાની ચા પીવાના ફાયદા
સાંધાના દુખાવાથી રાહત મેળવવાની સાથે આ ચા પીવાથી શરીરના અન્ય ભાગમાં પણ સોજા ઓછા થઇ જાય છે. આ ચા પાચન તંત્રને મજબૂત રાખવાનું કામ પણ કરે છે. તે સિવાય આ ચા શરીરને ડિટોક્સ કરવામાં પણ ખૂબ મદદરૂપ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન