પિસ્તા ફક્ત સજાવટ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ છે બેસ્ટ - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • પિસ્તા ફક્ત સજાવટ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ છે બેસ્ટ

પિસ્તા ફક્ત સજાવટ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ છે બેસ્ટ

 | 7:29 pm IST

મિઠાઇઓની શોભા વધારનાર સૂકો મેવો પિસ્તા ઘણાં લોકોની ખાસ પંસદમાં સામેલ છે. સ્વાદમાં તે બેમિસાલ છે, પરંતુ તેના ઘણાં ફાયદા છે. જે જાણીને તમને પિસ્તા વધારે પસંદ આવવા લાગશે. આવો જોઇએ પિસ્તા ખાવાથી કયા ફાયદા થાય છે.

• લીલા રંગના પિસ્તા ફાઇબર, પ્રોટીન, વિટામિન સી, જિંક, કોપર, પોટેશિયમ, આર્યન, કેલ્શિયમ અને ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. પિસ્તા તમને ફક્ત સ્વસ્થ જ નથી રાખતા, પરંતુ ઘણી એવી બિમારીઓને તમારાથી દૂર રાખે છે.
• તેમાં આવશ્યક ફેટી એસિડ્સ તમારી ત્વચામાં સ્નિગ્ધતા જાળવવામાં મદદરૂપ છે. જેનાથી ત્વચામાં કુદરતી ચમક આવી જાય છે. તે સિવાય શરીરના અંગોમાં પણ સ્નિગ્ધતા માટે ફાયદાકારક છે.
• પિસ્તામાં ભરપૂર પ્રમાણમાં એન્ટી-ઓક્સીડેંટ્સ હોય છે. જે તમારી આંખો માટે પણ ઘણા લાભદાયી છે. તે ત્વચામાં પડનારી કરચલીઓની ગતિને ધીમી કરે છે.
• પિસ્તા ખાવાથી વાળ ખરવાની સમસ્યાથી પણ છૂટકારો મળે છે. તેમજ તમે પિસ્તાને તમારી ડાયેટમાં સામેલ કરી શકો છો. તે સિવાય પિસ્તાની પેસ્ટ બનાવીને તમારા વાળમાં પણ લગાવી શકો છો.
• તડકાના ખરાબ પ્રભાવથી બચવા માટે પિસ્તાનો પ્રયોગ ઘણો મદદગાર છે. પિસ્તાને ચારોળીની સાથે દૂધમાં પીસીને પેસ્ટ તૈયાર કરી ચહેરા પર લગાવવાથી ત્વચામાં ચમક આવી શકે છે.
• પિસ્તા વજન ઓછુ કરવા માટે પણ સહાયક છે. તેમા ઓછી કેલરી અને વધારે પ્રોટીન તથા વધારે એનસેચુરેટેડ ફેટના કારણે વજન નિયંત્રણ રાખવા માટે યોગ્ય વિકલ્પ સાબિત થયો છે. અન્ય મેવા કરતા પિસ્તામાં ખૂબ ઓછી કેલરી હોય છે.
• તેમા પર્યાપ્ત પ્રમાણમાં ફાઇબર હોવાના કારણે આંતરડાવની સફાઇ કરીને પાચન કરવામાં મદદ કરે છે. તેમા કોપર ભરપૂર પ્રમાણમાં હોય છે. કોપર મેટાબોલિજ્મ અને લાલ રક્ત કણ બનવા માટે પણ જરૂરી હોય છે.
• ડાયાબિટીઝમાં પિસ્તાથી ઘણો લાભ મળે છે. ડાયાબિટીઝના કારણે ભોજનમાં રહેલા પ્રોટીન શરીરને પ્રાપ્ત નથી થતા. પિસ્તા ખાવાથી આ સમસ્યાથી છૂટકારો મળી શકે છે.