Health benefits of pizza oregano immunity diabetes
  • Home
  • Featured
  • પિઝાનો સ્વાદ વધારનારો ઑરિગાનો આ બીમારીઓ કરશે દૂર

પિઝાનો સ્વાદ વધારનારો ઑરિગાનો આ બીમારીઓ કરશે દૂર

 | 12:28 pm IST

પિઝા ખાતા સમયે કોઇપણ તેની પર ચિલી ફ્લેક્સ અને ઑરિગાનો સ્પ્રેડ કરવાનું ભૂલતા નથી. જોકે તેનાથી પિઝાનો સ્વાદ બમણો થઇ જાય છે. પરંતુ પિઝાનો સ્વાદ વધારનાર ઑરિગાનો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે આ વાત ઘણા ઓછા લોકો જાણે છે. ઑરિગાનોમાં કેટલીક મેડિકલ પ્રોપર્ટીઝ હોય છે. ચાલો આપણે જોઇએ ઑરિગાનોથી તમારા સ્વાસ્થ્યને કેટલા ફાયદા થાય છે.

રોગ પ્રતિકારક શક્તિ મજબૂત
જો તમે તમારી ડાયેટમાં ઑરિગાનોને રોજ સામેલ કરો છો તો તે તમારી રોગ પ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે. એક અભ્યાસ મુજબ ઑરિગાનોમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. કારણકે તેમા વિટામિન એ અને સી ભરપૂર પ્રમાણમાં હોય છે.

પાચન ક્રિયા માટે બેસ્ટ
ઑરિગાનોમાં ફાઇબરનો ખજાનો હોય છે. જો રોજ ડાયેટમાં થોડૂંક ઑરિગાનો લેવામાં આવે તો તે ડાયજેસ્ટિલ સિસ્ટમને સ્વસ્થ રાખે છે. તેની સાથે જ તે સુગર લેવલને કંટ્રોલ કરે છે. જો ડાયેટમાં રોજ 15 ગ્રામ ઑરિગાનો ખાવામાં આવે તો તે ગેસ્ટ્રિક સિસ્સટમને પણ સારી રાખે છે.

હાડકા મજબૂત બનાવે
ઑરિગાનોમાં કેલ્શ્યિમ, આર્યન અને મેગ્નેશ્યિમ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેની સાથે જ તેમા વિટામિન ડી પણ હોય છે. આ દરેક તત્વ હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. જે મહિલાઓને હાડકાની સમસ્યા હોય છે તે લોકોએ રોજ થોડોક ઑરિગાનો ખાવો જોઇએ.

ડાયાબિટીસ કંટ્રોલ
જો તમને ટાઇપ 1 ડાયાબિટીસ છે તો ઑરિગાનોના ઇનટેકથી તે કંટ્રોલમાં રહે છે. જોકે ઑરિગાનો હાઇપરગ્લાઇકેમિયાના ડેવલપમેન્ટને રોકે છે. જેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. રોજ ખાવામાં થોડોક ઑરિગાનો ઉમેરશો તો ડાયાબિટીસમાં ખૂબ રાહત મળી શકે છે.

ઑરિગાનોમા ન્યુટ્રિશનલ ફેક્ટ્સ
100 ગ્રામ ઑરિગાનોમાં 4.28 ગ્રામ ફેટસ 25 એમજી સોડિયમ, 1260 એમજી પોટેશિયમ, 68.92 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 9 ગ્રામ પ્રોટીન, 34 ટકા વિટામિન એ, 159 ટકા કેલ્શ્યિમ, 3 ટકા વિટામિન સી, 204 ટકા આર્યન, 50 ટકા વિટામિન બી 6 અને 67 ટકા મેગ્નેશ્યિમ હોય છે ઑરિગાનોની ખાસિયત એ છે કે તેમા કોલેસ્ટ્રોલ હોતું નથી.