health benefits of pumkin seeds to make sex life better
  • Home
  • Featured
  • પુરુષોની શીઘ્રપતનની સમસ્યા શીઘ્ર દૂર કરશે આ સસ્તાવાળા બીજ

પુરુષોની શીઘ્રપતનની સમસ્યા શીઘ્ર દૂર કરશે આ સસ્તાવાળા બીજ

 | 2:28 pm IST

દરેકના ઘરમાં કોળાનું શાક બનતું જ હોય છે, જેમાં મહિલાઓ તેના બીયા કાઢીને ફેંકી દે છે. જો તમે તેને ફેંકી દો છો, તો તમે ભૂલ કરો છો. કારણ કે, આ બીજના ફાયદા અક્સીર ઈલાજ જેવા છે. કોળાના બીજમાં સારી માત્રામાં ઝિંક અને કોપર મળી આવે છે. આ ઉપરાંત આ બીજમાં મિનરલ્સ જેમ કે, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ફાઈબર અને સેલેનિયમ, મેગેનીજ અને આયર્ન મળી આવે છે. સેલેનિયમ એન્ટી-ઓક્સિડન્ટ છે, જે શરીરને ફ્રી સેલ ડેમેજથી બચાવે છે. સેલેનિયમની ઊણપથી પુરુષો અને મહિલાઓમાં ઈનફર્ટિલિટીની સમસ્યા થાય છે. સેલિનિયમ પુરુષોને પ્રોસ્ટ્રેટ કેન્સરથી પણ બચાવે છે. કોળાના બીજ હાઈ બ્લડપ્રેશરને પણ સારું કરે છે. આ બીજમાં વિટામિન-એ, બી-1, બી-2 અને બી-3 હોય છે. તે પ્રોટીન, મોનોસૈચ્યુરેટેડ ફેટ્સ, ફાઈટોસ્ટેરોલનો પણ સારો સ્ત્રોત છે. આ બીજથી પુરુષોને થયા ફાયદા જાણી લેજો.

પુરુષો માટે છે કામના
કોળાના બીજ પુરુષો માટે બહુ જ ફાયદાકારક છે. તે પુરુષોમાં સ્ટેમિના વધારવાનું કામ કરે છે. તેનાથી મેગ્નેશિયમની ઊણપ દૂર થાય છે અને તે પ્રોસ્ટેટ ગ્રંથિ માટે બહુ જ કારગત છે. મેગ્નેશિયમની ઊણપથી પુરુષોમાં શીઘ્રપતનની સમસ્યા પણ થાય છે. તેથી જો પુરુષો આ બીજનું સેવન કરશે, તો શીઘ્રપતનની સમસ્યા તો દૂર થશે જ. સાથે જ મેગ્નેશિયમની ઊણપથી થતા રોગો પણ દૂર રહેશે.

આ કામમાં પણ આવશે બીજ
કોળાના બીજ ઈન્સ્યુલિન કન્ટ્રોલ કરવાનું કામ કરે છે. જેનાથી ડાયાબિટીસનો ખતરો રહે છે. જો તમે ઊંઘ ન આવવાની બીમારીથી પીડિત છો, તો ઊંઘતા પહેલા આ બીજનું સેવન કરો. સારી ઊંઘ આવશે. આ બીજની પેસ્ટને આહારમાં સામેલ કરવાથી તેનાથી એસિડિટી સામે રાહત મળે છે.