Health benefits of shighoda For Hemorrhoids asthma disease
  • Home
  • Featured
  • હરસ-મસા સહિતની આ બીમારીઓ થશે દૂર, ખાઓ શિંગોડા

હરસ-મસા સહિતની આ બીમારીઓ થશે દૂર, ખાઓ શિંગોડા

 | 11:31 am IST

શિયાળામાં શિંગોડા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. શિયાળામાં તે વધારે પ્રમાણમાં મળે છે. શિંગોડા પાણીમાં ઊગતી વનસ્પતિનું એક ત્રિકોણ આકાર ધરાવતું ફળ છે. આ વનસ્પતિનો છોડ પાણીમાં તરતો રહેતો હોય છે. શિંગોડામાં દરેક જરૂરી પોષક તત્વ જેવી પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફોસ્ફરસ, આયરન, ખનિજ તત્વ, વિટામીન, મેગ્જીન જેવા પોષક તત્વ રહેલા છે. ખાસ કરીને શિયાળામાં શિંગોડા ખાવાથી ઘણી બીમારીઓ દૂર રહે છે.

– શિંગોડામાં વિટામીન એ, સી, મેંગનીજ, થાયમાઇન, કાર્બોહાઇડ્રેટ, ટેનિન, સિટ્રિક એસિડ, રીબોફ્લેવિન, એમિલોજ, ફોફ્સફોરાલેજ, એમિલોપેક્તી, બીટા એમિલેજ, પ્રોટીન, ફેટ અને નિકોટેનિક એસિડ જેવા પોષક તત્વ ભરપૂર પ્રમાણમાં રહેલા છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

– શિંગોડા શરીર માટે મેંગનીઝના અવશોષક કરવામાં સક્ષમ હોય છે. જેનાથી શરીરને મેંગનીજનો ભરપૂર લાભ મળે છે. તે પાચનતંત્ર માટે બેસ્ટ છે સાથે જ વૃદ્ધાવસ્થામાં થનારી કેટલીક બીમારીઓથી બચાવે છે.

– ગર્ભાવસ્થામાં શિંગોડાનું સેવન કરવાથી માતા અને શિશુ માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેનાથી ગર્ભપાતનો ખતરો પણ ઓછો થાય છે. તે સિવાય શિંગોડા ખાવાથી પીરિયડ્સને લગતી સમસ્યાઓ પણ સારી થાય છે.

– શિંગોડા શરીરને ઉર્જા આપે છે. જેથી તેને વ્રત અને ઉપવાસમાં ખાવાથી શક્તિ મળે છે. તેમા આયોડીન પણ રહેલું છે. જે ગળાને લગતી સમસ્યામાં પણ રક્ષા કરે છે અને થાઇરોઇડ ગ્રંથિને યોગ્ય રીતે કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે.

– કમરો થયો હોય તે દર્દીઓ માટે શિંગોડા લાભદાયક હોય છે. કમરામાં શિંગોડા ખાવાથી કે તેનો જ્યૂસ પીવાથી ખૂબ લાભ મળે છે અને કમરો મટાડવામાં મદદ કરે છે.

– અસ્થમાના દર્દીઓ માટે પણ શિંગોડા ખૂબ ફાયદાકારક હોય છે. શિંગોડાનું નિયમિત સેવન કરવાથી અસ્થામાની સમસ્યા ઓછી થાય છે અને શ્વાસ સંબંધી કેટલીક બીમારીઓમાં આરામ મળે છે.

– તે સિવાય હરસ મસા જેવી સમસ્યાઓમાં શિંગોડાનું સેવન કરવું જોઇએ. તેના સેવનથી આ સમસ્યા દૂર થાય છે.

– શિંગોડાના સેવનથી લોહી સંબંધી સમસ્યાઓ પણ સારી થાય છે. સાથે જ પેશાબને લગતી બીમારીઓ માટે શિંગોડા ખૂબ ફાયદાકારક હોય છે. જેથી શિંગોડા રામબાણ ઇલાજ માનવામાં આવે છે.

– શિંગોડામાં ભરપૂર પ્રમાણમાં કેલ્શ્યિમ રહેલું છે. જેનુ સેવન કરવાથી હાડકા અને દાંત બન્ને મજબૂત થાય છે. તે શારીરિક કમજોરીને દૂર કરે છે. આંખો માટે પણ તે મદદગાર સાબિત થઇ શકે છે.