Health benefits of south indian food sambhar immunity
  • Home
  • Featured
  • સંભાર સ્વાદમાં જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

સંભાર સ્વાદમાં જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

 | 3:38 pm IST

જો ખાણી-પીણીની વાત કરવામાં આવે તો ભારતથી સમૃદ્ધ દેશ બીજો કોઇ ન હોય શકે. સારી વાત તો એ છે કે અંહી દરેક વાનગીનો એક અલગ સ્વાદ હોય છે. પરંતુ સાઉથ ઇન્ડિયન ફૂડનો સ્વાદ સૌથી અલગ હોય છે. જેમા સંભાર તો દરેક લોકોને ભાવે છે. તેનો સ્વાદ અલગ જ હોય છે. પરંતુ શુ તમને ખબર છે કે સંભાર કેટલાક ફાયદા પણ છે. ખાસ કરીને સંભાર વગર સાઉથ ઇન્ડિયન ફૂડ અધૂરું છે. સંભારની અંદર ઉમેરવામાં આવતી સામગ્રી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તો ચાલો જોઇએ સંભારમાં ઉમેરવામાં આવતી સામગ્રીથી સ્વાસ્થ્યને કયા કયા ફાયદા થાય છે.

સંભારના ફાયદા
સાઉથ ઇન્ડિયન ફૂડ દરેક લોકોને પસંદ હોય છે. એમા પણ સ્વાદિષ્ટ સંભાર બનાવવો કોઇ સહેલી વાત નથી. સંભારને સાઉથ ઇન્ડિયન ફૂડનો કિંગ કહેવામાં આવે છે. જેને લોકો અલગ-અલગ રીતે બનાવે છે. પરંતુ તેમા જે ખાસ સામગ્રી ઉમેરવામાં આવે છે તે છે હળદર, કાળામરી અને કોળું.. આ ત્રણ સામગ્રીના કારણે સંભાર સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.

– સંભારમાં ઉમેરવામાં આવતું કોળું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે રોગ પ્રતિકારક શક્તિને બૂસ્ટ કરવામાં મદદરૂપ થાય છે. સંભાર એક એવું ફૂડ છે જેને બાળકોથી લઇને વૃદ્ધ દરેક લોકો ખાઇ શકે છે અને તે રોગ પ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે.
– કેટલાક લોકો સંભારમાં ડ્રમસ્ટિક (સરગવાની સીંગ) પણ ઉમેરે છે. ડ્રમસ્ટિકના પાન અને બીજ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
– સંભારમાં પ્રોટીન, ફાઇબર, જિંક, ફોલિક એસિડ, આર્યન અને મિનરલ્સનું પરફેક્ટ બેલેન્સ હોય છે. જે પાચન શક્તિ એન રોગ પ્રતિકારક શક્તિને વધારે છે.
– આયુર્વેદની ઔષધિય વનસ્પતિઓમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે.
– સંભારને રાઇસ, ઇડલી તેમજ ઢોંસા સાથે સર્વ કરવામાં આવે છે. સાથે અન્ય કેટલીક સાઉથ ઇન્ડિયન ડિશ સાથે પણ ખાઇ શકાય છે.