Health Benefits of Swedish Therapy Massage for strong bones and muscles
  • Home
  • Featured
  • મહિલાઓ માટે બેસ્ટ છે ‘આ’ થેરાપી, થાક ઓછો થવાની સાથે સ્નાયુઓ થશે મજબૂત

મહિલાઓ માટે બેસ્ટ છે ‘આ’ થેરાપી, થાક ઓછો થવાની સાથે સ્નાયુઓ થશે મજબૂત

 | 12:06 pm IST

આજકાલ સવારે અને સાંજે હળવી ઠંડી પડવા લાગી છે. આ ઋતુમાં ત્વચા થોડીક ડ્રાય થવા લાગે છે. એવામાં તમે સ્વીડિશ મસાજ અજમાવીને શકો છો, જેનાથી તમારી ત્વચા ચમકદાર થવાની સાથે સ્નાયુઓને પણ મજબૂત બનાવી શકો છો. તમે ઘરે રોજ ઉપયોગમાં લેવામાં આવતા કોઇપણ લોશન કે તેલ દ્વારા સ્વીડિશ મસાજ કરી શકો છો. તેને હળવા હાથથી કરવામાં આવે તો તેનાથી કંમ્ફર્ટેબેલ ફીલ થાય ચે. આ મસાજની સાથે સૌથી સારી વાત એ છે કે આ એક સાઇંટિફિક થેરાપી છે. તેમા વ્યક્તિની હેલ્થ કન્ડિશનના હિસાબથી મસાજ કરવામાં આવે છે. તેનાથી મહિલાઓને દુખાવાથી ખૂબ જ રાહત મળે છે.

શા માટે બેસ્ટ છે સ્વીડિશ મસાજ
જો તમે પ્રથમ વખત બોડી મસાજ કરવા જઇ રહ્યા છો તો તમારા માટે સ્વીડિશ મસાજ ખૂબ ઉપયોગી છે. સ્વીડિશ મસાજ ફુલ બોડી મસાજ હોય છે. તેમા પાંચ સ્ટ્રોક્સ હોય છે. તેનાથી તમારા લોહીમાં ઓક્સીજનનું સ્તર વધી જાય છે. તમારા સ્નાયુઓને આરામ મળે છે. સાથે જ બ્લડ સર્કુલેશન પણ સારુ રહે છે. સામાન્ય રીતે મસાજ પગથી લઇને માથા તરફ કરવામાં આવે છે. પરંતુ જે મહિલાઓને હૃદયની બીમારી કે બીપીની સમસ્યા છે, તેને માથાથી પગ સુધી મસાજ આપવામાં આવે છે. તેમા જિગજેગ આકાર બનાવતા હળવા હાથથી માલિશ કરવામાં આવે છે. તમે જે રીતે લોટ ગૂંથો છો તે જ રીતે શરીરની માલિશ કરવામાં આવે છે. આ મસાજથી હાડકા મજબૂત થાય છે. જો તમે 45 મિનિટથી લઇને એક કલાક સુધી આ મસાજ કરો છો તો તેનાથી તમારા શરીરમાં લોહીનું ભ્રમણ ખૂબ તેજ થાય છે અને તમે અંદરથી ફ્રેશ અનુભવ કરશો.

કયા તેલથી મસાદ કરવું જોઇએ

નિષ્ણાંતનું માનવું છે કે તલના તેલથી મસાજ કરવામાં આવે તો તેનાથી સારુ પરિણામ મળે છે. આ તેલ કેન્સર સેલ્સને નષ્ટ કરે છે અને થાઇરોઇડ ઓછો કરવામાં લાભદાયી છે. તે સિવાય નારિયેળ તેલથી સ્વી઼ડિશ થેરાપી કરવાથી શરીરને ખૂબ આરામ મળે છે. તેમા એન્ટી એલર્જેન હોય છે. જે શરીર માટે ઉપયોગી હોય છે. આ તેલ વધારે ભારે હોતા નથી. નિયમિત રીતે અઠવાડિયામાં એક કે બે વખત સ્વીડિશ મસાજ કરાવો તો જલદી જ તમને તેનો અસર થવા લાગશે.

આ વાતોનું રાખો ખાસ ધ્યાન
માલિશનો ઉદ્દેશ ફક્ત તમારા શરીર પર લગાવવાથી નથી થતું, પરંતુ તેના દ્વારા તેલને ત્વચાના માધ્યમથી શરીરમાં પહોંચાડવાનું પણ હોય છે. તેનાથી માસપેશીઓને શક્તિ મળે છે. માલિશ કરતા સમયે આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

– માલિશ હળવા હાથથી જ કરાવવી જોઇએ. માલિશ કરતા સમયે બોડી પાર્ટ્સને ધીમે-ધીમે દબાવવ અને થપથપાવવાથી ખૂબ આરામ મળે છે.
– માલિશની તરત બાદ ખાવાનું ન ખાવું જોઇએ તેમજ સ્નાન પણ ન કરવું જોઇએ.
– માલિશ બાદ તમે સવારે હળવા તડકામાં બેસો જેથી તમારા શરીરને ખૂબ ફાયદો મળશે.
– માલિશના અડધા કલાક બાદ શરીરને થોડૂંક રિલેક્સ થઇ જાય ત્યાર બાદ સ્નાન કરવાથી રોમ છિંદ્ર ખુલી જાય છે.