આંબલી નહીં તેના પાન પણ છે પૌષ્ટિક ગુણોથી ભરપૂર, થશે આટલા બધા ફાયદા

વિટામીન સી, ઇ અને બીનો ભરપૂર સ્ત્રોત આંબલીમાં રહેલો હોય છે. તે સિવાય ફોસ્ફરસ, આયરન, મેંગનીજ અને ફાઇબર જેવા પોષક તત્વ પણ રહેલા છે. શરીરના વિભિન્ન પોષણ સંબધી જરૂરિયાતો પૂરી કરવા માટે આંબલીનો ઉપયોગમાં લેવામાં આવે છે. આંબલીના ફળ, છાલ અને પાન ઔષધીય મહત્વ હોય છે. આંબલીના પાન અનેક પ્રકારના ગંભીર બીમારીના ઇલાજમાં કામ આવે છે. શુગર, ડાયાબિટીસ, મેલેરિયા અને અલ્સર જેવી સમસ્યાઓ આંબલીના પાનથી સારુ કરવામાં આવે છે.
આ છે તેના કારણ
– આંબલીના પાનમાં પૂરતા પ્રમાણમાં વિટામીન સી રહેલું છે. જેથી તે સ્કર્વી રોગના ઉપચાર માટે ખૂબ લાભદાયી છે. સ્કર્વી રોગ વિટામીન સીની ઉણપના કારણે થતો રોગ છે.
– આંબલીના પાનમાં ઉચ્ચ એસ્કૉર્બિક એસિડ સામગ્રી હોય છે. જે એન્ટી-સ્કર્વી વિટામીન તરીકે કામ કરે છે.
– આંબલીના પાનનો રસ અલ્સરના લક્ષણોને રાહત આપવામાં મદદ કરે છે. અલ્સરમાં થનારા અસહ્ય દુખાવાથી રાહત અપાવવામાં આંબલીના પાન ખૂબ લાભદાયી હોય છે.
આંબલીના પાન એન્ટી સેપ્ટિક ગુણોથી ભરપૂર હોય છે. આંબલીના પાનનો રસ ઘાને જલદી સારા કરવાની ક્ષમતા રાખે છે. તેના પાનનો રસ દરેક પ્રકારના સંક્રમણને રોકવામાં અસરકારક હોય છે. નવી કોશિકાઓના નિર્માણમાં તેની મહત્વની ભૂમિકા હોય છે. જ્યારે આંબલીના પાનને રોકવામાં ખૂબ અસરકારક હોય છે. આંબલીના પાનનો અર્ક ફાલ્સીપેરમના વિકાસને રોકે છે. જે મલેરિયાનું મુખ્ય કારણ હોય છે.