If you have throat Inflammation problem than Follow tips
  • Home
  • Featured
  • ગળુ ખરાબ થવા પર કરો છો કોગળા? તો રાખો આ વાતનું ખાસ ધ્યાન

ગળુ ખરાબ થવા પર કરો છો કોગળા? તો રાખો આ વાતનું ખાસ ધ્યાન

 | 12:18 pm IST

ઋતુ બદલાવવા પર ગળામાં ખરાશ કે અવાજ બેસી જવાની સમસ્યા થાય છે. ગળું ખરાબ એટલે કે ગળામાં દુખાવો કે ખંજવાળ આવવા જેવી સમસ્યા થવા લાગે છે. ગળામાં કફ જામી જવો તેમજ અવાજ બદલાઇ જાય છે.

ગળું ખરાબ થવા પર મીઠાના કોગળા કરવાથી ખૂબ મદદ મળે છે. મીઠુ ગળાની પરત પર જામેલા જીવાણુંઓ માટે ખતરનાક હોય છે. તેની અસરથી જીવાણુંઓ મરી પણ જાય છે. કફ જમા થયેલા કફને પાતળો કરી વધારે તેને ગળામાંથી બહાર નીકાળવામાં મદદ કરે છે. જેથી મીઠાના પાણીના કોગળા કરવા માટે કહેવામાં આવે છે. પરંતુ કોગળા કરતા સમયે આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

– જરૂરિયાત મુજબ એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મીઠું ઉમેરીને આ પાણીથી કોગળા કરવા જોઇએ. જેથી તમને તરત રાહત મળી શકે છે.

– ફટકડીનો એક બારીક ટૂકડો પણ આ પાણીમાં ઉમેરીને કોગળા કરવા પર તમને રાહત મળે છે. સાથે જ તમને ગળામાં થતી બળતરા પણ ઓછી થાય છે.

– મીઠાની સાથે કે ખાવાની સોડાને બે ચપટી મિક્સ કરીને કોગળા કરવાથી તમને આરામ મળી શકે છે. તે સિવાય છોલાઇ ગયેલા ગળાની સમસ્યાથી પણ રાહત મળી શકે છે.

– મીઠાની સાથે ગરમ પાણીમાં હળદરનો પ્રયોગ કરવો પણ ખૂબ ફાયદાકારક હોય છે. કારણકે તેમા એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે.

– પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ફટકડી ઉમેરો કે પછી સોડા મિક્સ કરી એટલે કે મીઠાની સાથે માત્ર કોઇ એક જ વસ્તુનો ઉપયોગ કરવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.