જો કરશો તુલસીના બીજનું સેવન તો દૂર ભાગશે આ બીમારીઓ - Sandesh
  • Home
  • Health & Fitness
  • જો કરશો તુલસીના બીજનું સેવન તો દૂર ભાગશે આ બીમારીઓ

જો કરશો તુલસીના બીજનું સેવન તો દૂર ભાગશે આ બીમારીઓ

 | 12:47 pm IST

તુલસીનો છોડ ઘરની નકારાત્મ ઉર્જાને સકારાત્મક બનાવે છે.ઘણા લોકો તુલસીનો ઉપયોગ સ્વાસ્થ્ય સમસ્યા દૂર કરવા માટે પણ કરે છે. આજે અમે તમને તુલસીથી થતા બીજના ફાયદા અંગે જણાવીશું. આયુર્વેદિક, પ્રોટીન, ફાઇબર, વિટામીન A,K, કાર્બોહાઇડ્રેટસ ઓમેગા-3 ફેટી એસિડ અને ખનિજ તત્વોથી ભરપૂર આ બીજ ઠંડી માટે સારો ઉપાય છે. તેના સેવનથી યૌન રોગ, ટેન્શન, ડિપ્રેશન, થાક તેમજ માઇગ્રેન સહિતની બિમારીઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે. તો આવો જોઇએ તુલસીના બીજનું સેવન કરવાથી કયા કયા ફાયદા થાય છે.

શરદી-ઉધરસ
લવિંગ, તુલસીના બીજને એક ગ્લાસ પાણીમાં ઉકાળી લો. હવે આ પાણી અડધુ રહી જાય એટલે તેમા સંચળ ઉમેરી તેનું સેવન કરવું જોઇએ. દિવસમાં 2 વાર તેનું સેવન કરવાથી શરદી -ઉધરસ સહિતની સમસ્યા દૂર થાય છે.

યૌન રોગ
તુલસીના બીજ પુરુષોમાં થનારી શારીરિક નબળાઇ દૂર કરવામાં મદદરૂપ છે. તેનું નિયમિત રીતે સેવન કરવાથી યૌન રોગ અને નપુંસકતાની સમસ્યા પણ દૂર કરી શકાય છે.

માથાનો દુખાવો
અતિશય માથાનો દુખાવો થવા પર તુલસીના બીજ અને કપૂરને પીસીને માલિશ કરવી જોઇએ. જેથી માથાનો દુખાવો તરત ગાયબ થઇ જાય છે. તે સિવાય તેના બીજના સેવનથી ટેન્શનસ ડિપ્રેશન અને માઇગ્રેનથી રાહત મળે છે.

પાચન તંત્ર
ફાઇબર અને પાચક એન્જાઇમોથી ભરપૂર આ બીજનું સેવન પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેમજ સવારે આ બીજનું સેવન કરવાથી ભૂખ કંટ્રોલ થાય છે. જેથી તમારુ વજન પણ કંટ્રોલમાં રહે છે.

યોનિમાં ઇન્ફેક્શન
તુલસીના બીજ અને મધને પાણીમાં મિક્સ કરીને દિવસમાં બે વાર પીઓ. તેનાથી બ્લેડર, કિડની અને યોનિના ઇન્ફેક્શનની સમસ્યા દૂર થઇ જાય છે.

સોરાઇસિસ
એક્સિજમાં સોરાઇસિસને દૂર કરવા માટે રોજ તુલસીના બીજને પીસીને નારિયેલ તેલમાં મિક્સ કરીને લગાવો. થોડાક સમયમાં જ આ સમસ્યાથી છૂટકારો મળી શકે છે.

પેટની સમસ્યા
રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ દૂધમાં આ બીજને બરાબર મિક્સ કરીને પીવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે. જેમ કબજિયાત, એસિડીટી, પેટમાં દુખાવો, ગેસ અને એસિડ જેવી સમસ્યાઓ ઝડપથી દૂર થાય છે.