અખરોટ ખાવાથી કાયમ માટે આ બિમારીઓથી મળશે રાહત - Sandesh
  • Home
  • Health & Fitness
  • અખરોટ ખાવાથી કાયમ માટે આ બિમારીઓથી મળશે રાહત

અખરોટ ખાવાથી કાયમ માટે આ બિમારીઓથી મળશે રાહત

 | 2:45 pm IST

અખરોટ ખાવી દરેક લોકોને પસંદ હોય છે. કેટલાક વિટામીન હોવાના કારણે તેને વિટામીનનો રાજ પણ કહેવામાં આવે છે. અખરોટમાં પ્રોટીન સિવાય કેલ્શ્યિમ, મેગ્નશ્યિમ, આર્યન,ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ જેવા પોષક તત્વ રહેલા છે. તે વાળ અને ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તેમા રહેલા ઓમેગો 3 ફેટ એસિડ શરીરને અસ્થમા, ઓર્થરાઇટિસ, સ્કિન પ્રોબ્લેમ, એક્જિમા અને સોરાયસિસ જેવી બિમારીથી બચાવે છે. તે સિવાય પણ અખરોટ ખાવાથી ઘણા ફાયદા થાય છે.

વજન ઘટાડવામાં મદદરૂપ
અખરોટ વજન કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. રોજ તેનું સેવન કરવાથી સહેલાઇથી વજન ઓછું કરી શકાય છે. જે લોકો વધતા વજનથી પરેશાન છે તે લોકોએ અખરોટનું સેવન કરવું જોઇએ. સતત અખરોટ ખાવાથી થોડાક દિવસમાં ફરક જોવા મળશે.

ઉંઘ આવવી
જે લોકોને આખો દિવસ કામ કર્યા બાદ પણ ઉંઘ નથી આવતી તે લોકો માટે અખરોટ રામબાણનું કામ કરે છે. રાતે સૂતા પહેલા 1 કે 2 અખરોટ ખાવાથી શરીર રિલેક્સ રહે છે. તેનાથી સારી ઉંઘ આવે છે.

હૃદય માટે બેસ્ટ
તેમા રહેલા એન્ટી ઓક્સીડેન્ટ હૃદયને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. અખરોટ ખાવાથી હૃદયથી સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે.

ડાયાબિટીઝ
ડાયાબિટીસના દર્દીઓએ રોજ અખરોટનું નિયમિત રીતે સેવન કરવું જોઇએ. તેને ખાવાથી ડાયાબિટીસ ટાઇપ -2થી આરામ મળે છે. તેમા રહેલા પોલીઅનસેચુરેટેડ અને મોનોવસા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ડિપ્રેશનથી રાહત
આડકાલની ભાગદોડથી ભરેલી લાઇફથી 5માંથી 4 લોકો તણાવ એટલેકે ડિપ્રેશનનો શિકાર છે. અખરોટના સેવનથી ડિપ્રેશનથી રાહત મળે છે.તેને ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે અને શરીરને પ્રમાણુસાર ઉર્જા મળતી રહે છે.

મજબૂત પાચનતંત્ર
તેમા રહેલા પોષક તત્વ પેટને સાફ કરવાનું કામ કરે છે. તેનાથી કબજિયાત, અપચો અને એસિડીટીની સમસ્યા દૂર રહે છે. રોજ તેનં સેવન કરવાથી પાચનક્રિયા મજબૂત બને છે.

સ્વસ્થ જીવન
સ્વસ્થ અને લાંબા જીવન માટે અખરોટ ખાવી યોગ્ય માનવામાં આવે છે. તેનું નિયમિત રીતે સેવન કરવાથી જીવનકાળ વધે છે. તેનાથી જીવન ઉર્જાથી ભરપૂર રહે છે.