Health benefits of wearing silver anklets regularly
  • Home
  • Fashion & Beauty
  • પગમાં ચાંદીની પાયલ પહેરવાથી ઢગલાબંધ બીમારીઓ થશે છૂમંતર

પગમાં ચાંદીની પાયલ પહેરવાથી ઢગલાબંધ બીમારીઓ થશે છૂમંતર

 | 7:22 pm IST

ભારતીય મહિલાઓમાં સોળ શ્રૃંગારનું મહત્ત્વ છે. શાસ્ત્રોમાં માથાથી પગ સુધી સ્ત્રીઓના આ શ્રૃંગારને વર્ણવવામાં આવ્યો છે. પરંતુ આ તમામ શ્રૃંગાર મહિલાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. એમ કહો કે, દરેક આભૂષણ મહિલાને હેલ્ધી બનાવવામાં મદદરૂપ થાય છે. ત્યારે સોળ શ્રૃંગારમાંનું એક પાયલ પણ સ્વાસ્થયના હેતુથી બહુ જ લાભ પહોંચાડે છે. હેલ્થની દ્રષ્ટિએ જોઈએ તો પાયલના અવાજથી ઘરની નકારાત્મક શક્તિઓ દૂર થતી જાય છે, અને દૈવીય શક્તિઓ વધી જાય છે.

સાયન્સની નજરે જોઈએ તો, ચાંદીથી બનેલી પાયલ મહિલાઓના શરીરમાં બદલાતા હોર્મોન્સની તકલીફોને દૂર કરવામાં સારો ઓપ્શન માનવામાં આવે છે. આ પાયલ પગમાં રગડાતી રહે છે, જેથી પાયલના ધાતુ તત્ત્વ સ્કીન સાથે જોડાઈને શરીરની અંદર પ્રવેશે છે, જેનાથી પીઠ દર્દ, ઘૂંટણના દર્દ, એડી અને હિસ્ટીરીયા જેવા રોગોમાંથી મુક્તિ અપાવે છે. આવો જાણીએ કે, જૂના જમાનાથી ચાલી આવેલી પાયલની પરંપરા મહિલાઓ માટે કેટલી ફાયદાકારક છે.

1. તે મહિલાઓ જેમને પગમાં સૂજનની સમસ્યા રહે છે, તેમના માટે ચાંદીની પાયલ ફાયદાકારક હોય છે. તેનાથી બ્લડ સરક્યુલેશન સારું થાય છે અને પગની સુજનમાં કુદરતી રીતે લાભ પહોંચે છે.

2. પાયલથી શરીરની ઉર્જા હંમેશા બની રહે છે. ચાંદી એક એવી બહુમૂલ્ય ધાતુ છે, જે શરીરની ઉર્જાને બરબાદ થવા નથી દેતી. તે શરીરમાંથી નીકળનારી ઉર્જાને ફરીથી શરીરમાં પાછી આપે છે.

3. ચાંદીની પાયલ પહેરવાથી શરીરની પ્રતિરક્ષા શક્તિ પણ વધે છે. તે શરીરની લિમ્ફ ગ્રંથિઓને સક્રિય કરી દે છે.

4. પગમાં ચાંદીની પાયલ પહેરવાથી મહિલાઓમાં સ્ત્રી રોગ સંબંધી વિકાર, વાંઝિયાપણું, હોર્મોનલ અસંતુલન અને પ્રસૂતિ સંબંધી તકલીફો પણ દૂર થાય છે.

5. જો તમને હંમેશા પગ દર્દ, ઝણઝણાટી કે અશક્તિની તકલીફ રહે છે, તો પાયલ તમને આ પ્રકારના દર્દમાંથી મુક્તી અપાવી શકે છો. તેને પહેરવાથી સકારાત્મક ઉર્જા મળે છે.