ફક્ત એક જડીબુટ્ટીથી દૂર થશે તમારો તાવ અને શરદી - Sandesh
NIFTY 10,614.35 +29.65  |  SENSEX 34,616.64 +165.87  |  USD 66.3750 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • ફક્ત એક જડીબુટ્ટીથી દૂર થશે તમારો તાવ અને શરદી

ફક્ત એક જડીબુટ્ટીથી દૂર થશે તમારો તાવ અને શરદી

 | 1:04 pm IST

કુદરતી જડીબુટ્ટીઓનો ઉપયોગ સદીઓથી કરવામાં આવી રહ્યો છે. જે ખૂબ ફાયદાકારક પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે યુનાની કેટલાક વર્ષોથી ત્વચા પર આ જડીબુટ્ટીનો ઉપયોગ કરે છે. યારોના ફુલ અને તેના છોડ તેમજ પાન ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ મદદગાર છે. તે સિવાય ઘા, ગૈસ્ટ્રોઇંટેસ્ટાઇનલ, તાવ,પીરિયડ્સમાં યારો જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી દરેક પ્રકારની સમસ્યા દૂર થઇ જશે. વાતાવરણ બદલાવવાથી તાવ, શરદી-ઉધરસ અને કફ અન્ય સમસ્યાઓ થાય છે. જેનાથી રાહત મેળવવા માટે લોકો અલ0-અલગ પ્રકારની દવાઓનું સેવન કરે છે. એવામાં દવાઓથી રાહત ન મળે તો લોકો ઘરેલું ઉપચાર કરે છે. જો તમે પણ દવા વગર તાવ તેમજ શરદી દૂર કરવા માંગો છો તો અમે તમને યારો જડીબુટ્ટીનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવીશું.

શરદી તેમજ તાવ
યારોનું સેવન કરવાથી પરસેવો થયા છે. જ્યારે તાવ અને શરદીની સમસ્યા રહે છે તો યારો જડીબુટ્ટીના ઉપયોગથી રોમ છિદ્ર યોગ્ય રીતે શ્વાસ લઇ શકે છે.તેનાથી પરસેવો બહાર નીકળે છે અને શરીરને સંક્રમણથી લડવામાં સહાયતા કરે છે. પિપરમિન્ટ અને એન્ડરફ્લોવેર તેમજ યારોને મિક્સ કરીને ચા બનાવવી. તેને પીવાથી ખૂબ ફાયદો મળે છે.

ઘા ભરવામાં મદદગાર
જો કોઇ કારણથી ઇજા થાય છે અને તે ઘામાં જલદી સારુ નથી થઇ રહ્યું તો તમે યારોનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ઘામાંથી નીકળી રહેલું લોહી પણ રોકાઇ જાય છે અને ઘા પર પણ જલદીથી સારુ થઇ જશે. તેનાથી દુખાવો પણ ઓછો થાય છે.

યારોથી થતાં અન્ય ફાયદા
તે સિવાય યારોના સેવનથી રક્ત પ્રવાહ સારો રહે છે. પેટના પાચક રસોથી પ્રવાહ પણ સારો રહે છે. અપચાથી મુક્તિ મળે છે. તેમજ અન્ય કેટલીક સમસ્યાઓ દૂર રહે છે અને તેનાથી છૂટકારો અપાવે છે.