Health Benefits Of yellow mustard Muscles pain
  • Home
  • Featured
  • સ્નાયુઓમાં થતા ખેંચાણ અને દુખાવો દૂર કરવા લગાવો આ વસ્તુનો લેપ

સ્નાયુઓમાં થતા ખેંચાણ અને દુખાવો દૂર કરવા લગાવો આ વસ્તુનો લેપ

 | 11:07 am IST

રાઇના ઉપયોગ, ફાયદા અને નુકસાન તો તમે જાણતા જ હશો. પરંતુ શુ તમને ખબર છે. રાયડો પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. રાયડાનો સૌથી વધુ ઉપયોગ તેલીબિયા તરીકે થાય છે. આ ઉપરાંત તેના બીજ, રાઈ, મસાલામાં વપરાય છે અને ગુજરાતી રસોઈમાં મોટેભાગે વઘારમાં રાઈ વપરાય છે.તો ચાલો જોઇએ પીળી રાઇ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આવો જોઇએ તેના ફાયદા.

પીળી રાઇમાં આયરન, કાર્બોહાઇડ્રે્ટ, ઓમેગા-3 અને કેલ્શ્યિમની સાથે-સાથે જિંક જેવા પોષક તત્વ હોય છે. જે બેક્ટેરિયા અને જીવાણુંથી લડવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તે સિવાય તે ઇન્ફેકશનથી પણ બચાવે છે.

માંસપેશીઓમાં થતા એંઠન, ખેંચાણ અને દુખાવાની સમસ્યા માટે રાયડો ખૂબ લાભદાયી માનવામાં આવે છે. જે જગ્યા પર તમને દુખાવો થતો હોય તે જગ્યા પર રાયડાનો લેપ બનાવીને લગાવવાથી આરામ મળે છે.

પીળી રાઇના સેવનથી સલાઇવા 8 ગણી વધી શકે છે. જેનાથી પાચન યોગ્ય પ્રમાણમાં થાય છે અને મેટાબોલિજ્મ વધે છે. તે પાચન શક્તિમાં સુધારો કરવા માટે બેસ્ટ ઉપાય માનવામાં આવે છે.

તે શરીરને રોગ પ્રતિકારક શક્તિ વધારીને ઇન્ફેક્શનના ખતરાને ઓછો કરે છે. તે સિવાય તે એન્ટી ફંગલ અને એન્ટી સેપ્ટિકની જેમ કામ કરે છે.

આજકાલ ખાસ કરીને લોકો બ્લડપ્રેશરની સમસ્યાથી પરેશાન રહે છે. જેથી બ્લડ પ્રેશરને સામાન્ય રાખવા માટે રાયડો ખૂબ અસરકારક માનવામાં આવે છે. પરંતુ તેના સેવન કરતા પહેલા ડોક્ટરથી બ્લડપ્રેશર ચેક કરાવો અને તેમની સલાહ જરૂરથી લો.