Black cumin used in antiquity For Dangerous Disease
  • Home
  • Featured
  • પ્રાચીનકાળથી ઉપયોગમાં લેવાતા કાળા જીરાથી શ્વાસ સહિતની બીમારી થશે દૂર

પ્રાચીનકાળથી ઉપયોગમાં લેવાતા કાળા જીરાથી શ્વાસ સહિતની બીમારી થશે દૂર

 | 2:47 pm IST

કાળુ જીરૂ ભારતમાં પ્રાચીન સમયથી ઉપયોગમાં લેવામાં આવી રહેલો મસાલો છે. જેનો ઉપયોગ શાકભાજી, ભાત સહિતની વસ્તુઓમાં કરવામાં આવે છે. તે સામાન્ય જીરાથી અલગ છે. તેના ઘણા ફાયદાઓ પણ છે. આ જીરૂ ઔષધીય ગુણોથી ભરપૂર છે. તે પાચન તંત્રથી સંબંધિત બીમારીઓ માટે વિશેષ રીતે ઉપયોગ કરવામાં આવે છે. તે વ્યાપક રીતે બાળકના જન્મ બાદ માતૃ સાચવણી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તે સિવાય આંખો અને ઉલટીને નિયંત્રિત કરવા માટે બેસ્ટ છે. આજે અમે તમને તેના કેટલાક ફાયદા જણાવીશું.

– કાળુ જીરૂ ડાયાબિટીસના ઉપચારમાં ખૂબ અસરકારક ઔષધિ છે. ભોજનમાં જીરાનો રોજ ઉપયોગ કરવાથી લોહીમાં શુગરના સ્તરને ઓછું કરવાથી ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

– કાળું જીરૂ શ્વાસને લગતી બીમારીઓ જેવી કે બ્રોંકાઇટિસ અને અસ્થમાના ઇલાજ માટે ઉપયોગ કરવામાં આવે છે.

– કાળું જીરૂ સ્તન કેન્સર, મોંના કેન્સર, લ્યૂકેમિયા અને મગજના ટ્યૂમર જેવી બીમારીઓને રોકવામાં ઉપયોગી સાબિત થાય છે.

– જે ગર્ભાવસ્થા સમયે ગર્ભાશયના સોજાને ઓછા કરવા મહિલાની પ્રજનન પ્રણાલીને સહેલી કરે છે.

– કાળું જીરૂ ઉચ્ચ આયરન કંટેંટ હોવાના કારણથી દૂધ ઉત્પાદન પ્રદાન કરીને સ્તનપાન કરવનારી મહિલાઓ માટે ઉપયોગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન