બ્રેઇન-ટ્યૂમરના આ લક્ષણોને નજરઅંદાજ કરવા હોય શકે છે ગંભીર - Sandesh
NIFTY 11,355.75 -73.75  |  SENSEX 37,644.90 +-224.33  |  USD 69.9325 +1.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • બ્રેઇન-ટ્યૂમરના આ લક્ષણોને નજરઅંદાજ કરવા હોય શકે છે ગંભીર

બ્રેઇન-ટ્યૂમરના આ લક્ષણોને નજરઅંદાજ કરવા હોય શકે છે ગંભીર

 | 1:12 pm IST

ઘણા લોકોને દરરોજ માથાના દુખાવાની સમસ્યા રહે છે. તે દુખાવાને ઓછો કરવા માટે તે લોકો દવાનો સહારો લે છે. જ્યાં સુધી તેની અસર રહે છે ત્યા સુધી દુખાવો સારો રહે છે. દવાની અસર ઓછી થયા બાદ ફરીથી માથમાં દુખાવો થવા લાગે છે. આ વારંવાર થનારો દુખાવો ઘણીવાર ખૂબ જ થાય છે. તેની સાથે જ બીજા લક્ષણો સાંભળના કે બોલવામાં તકલીફ થાય તો તે બ્રેઇન ટ્યૂમરનું કારણ હોય શકે છે. તે દરમિયાન દિમાગની કોશિકોઓ અસમાન્ય રૂપથી વધવા લાગે છે. જેની માથાના અન્ય કોશિકાઓ પર ખરાબ અસર પડે છે. જેથી દિમાગની અંદર ટ્યૂમર તૈયાર થવા લાગે છે. બ્રેઇન ટ્યૂમર એક એવી બિમારી છે જેની માહિતી ફર્સ્ટ સ્ટેજમાં ખબર પડી જાય તો તેનો ઇલાજ કરાવવો સહેલો હોય છે.તેના લક્ષણો જાણીને આ બિમારીને વધતી રોકી શકાય છે. આવો જોઇએ બ્રેઇન ટ્યૂમરના અન્ય કયા લક્ષણો છે.

માથાનો દુખાવો
બ્રેઇન-ટ્યૂમરનું સૌથી પહેલું લક્ષણ માથામાં અતિશય દુખાવો થવો. સવારે ઉઠવાની સાથે જ લોકોને માથામાં દુખાવો થવા લાગે છે. આ દુખાવો ઘણી વાર એટલો વધી જાય છે કે વ્યક્તિ તેને સહન કરી શકતું નથી. ઘણા લોકો તો તેમનું માનસિક સંતુલન પણ ખોઇ બેસે છે. જો તમને પણ આવું થાય છે તો તેને નજર અંદાજ ન કરો. તરત ડોક્ટર પાસે ચેકઅપ કરાવો.

ઉલ્ટી
ઘણી વાર માથાના દુખાવાની સાથે ઉલ્ટી થવી તેમજ જીવ ગભરાઇ જવો જેવી સમસ્યા પણ થવા લાગે છે. આ સમસ્યાઓના કારણે આપણને ભોજન લેવાની પણ ઇચ્છા થતી નથી.

ચક્કર
બ્રેઇન ટ્યૂમરના દુખાવાના કારણે ઘણા લોકોને ચક્કર પણ આવવા લાગે છે. જો આ સેરિબૈલમમાં હોય તો તેનાથી શરીરનું સંતુલન બગડી શકે છે. તેમજ તમે ઉભા ઉભા પડી જાવ છો.

ઓછું દેખાવવું
ઘણીવાર ટ્યૂમર ઓક્સિપિટલની નજીક હોય છે. જેથી વ્યક્તિને જોવામાં મુશ્કેલી થાય છે. ઓછુ દેખાવવાની સાથે જ વસ્તુ ઝાંખી દેખાવવા લાગે છે તેમજ અનેક રંગ જોઇ શકાતા નથી.

લકવો
જ્યારે લકવો થાય તો વ્યક્તિનું દિમાગ શરીરને કંટ્રોલ કરવાનું બંધ કરી દે છે. તેમણે એવું લાગે છે કે તેના શરીરે કામ કરવાનું બંધ કરી દીધું છે.આ ત્યારે થાય છે જ્યારે દિમાગ પૈરાઇટલ લોબ પર ટ્યૂમર થાય છે.

બોલવામાં તકલીફ
દિમાગ શરીરના દરેક અંગને યોગ્ય રીતે ચલાવવાનું કામ કરે છે. પરંતુ જ્યારે તેમા ટ્યૂમર થાય છે તો તેની કોશિકાઓ પ્રભાવિત થાય છે. જેથી વ્યક્તિનું બોલવાનું બંધ થઇ જાય છે અને તેનો ચહેરો વાંકો થઇ જાય છે.

ચિડિયાપણું
માથાના અસહ્ય અને વારંવાર દુખાવાના કારણે વ્યક્તિ ચિડાઇ જવાની સાથે ઉદાસ રહે છે. તો ઘણીવાર વ્યક્તિના વ્યવહારમાં એટલો બદલાવ આવે છે કે તે કોઇની પણ સાથે વાત નથી કરતા.

શારીરિક નબળાઇ
જ્યારે દિમાગમાં બ્રેન ટ્યૂમર બનાવવાનું શરૂ કરે છે તો તે દરમિયાન મગજની કોશિકાઓ પ્રભાવિત થવા લાગે છે અને વ્યક્તિને માથાના દુખાવાની સાથે જ શરીરમાં કમજોરી પણ થવા લાગે છે.