બ્રેસ્ટને રાખવા છે સ્વસ્થ, તો ખાઓ આ આયુર્વેદિક જડીબુટ્ટી - Sandesh
  • Home
  • Health & Fitness
  • બ્રેસ્ટને રાખવા છે સ્વસ્થ, તો ખાઓ આ આયુર્વેદિક જડીબુટ્ટી

બ્રેસ્ટને રાખવા છે સ્વસ્થ, તો ખાઓ આ આયુર્વેદિક જડીબુટ્ટી

 | 2:19 pm IST

આજકાલ કેટલીક મહિલાઓ બ્રેસ્ટ કેન્સર અને બ્રેસ્ટથી જોડાયેલી કેટલીક સમસ્યાઓથી પરેશાન છે. બ્રેસ્ટ પણ અન્ય અંગોની જેમ શરીરનો અગત્યનો ભાગ છે. જેની પર ધ્યાન રાખવામાં ન આવે તો બ્રેસ્ટ ઇન્ફેક્શન અને કેન્સર જેવી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. બહારથી સ્વચ્છ રાખવા અને કપડા સિવાય કેટલાક એવા આયુર્વેદિક હર્બ્સ છે જેના સેવનથી તમે બ્રેસ્ટને સ્વસ્થ રાખી શકો છો. આયુર્વેદ પ્રાચીન ભારતીય આરોગ્ય પદ્ધતિ છે.

બ્રેસ્ટને હેલ્ધી રાખવા માટે કેટલાક આયુર્વેદિક હર્બ્સ છે. જેનાથી તેને લાંબા સમય સુધી હેલ્ધી રાખી શકાય છે. તે સિવાય તમારી ડાયેટમાં બદલાવ કરો. આરામ કરો અને પૂરતી ઊંઘ લો. જો તમને પરસેવો થાય છે તો તેને કુદરતી ઉપાયથી સાફ કરો. બજારમાં મળતા ડિયોનો ઉયોગ કરવાથી ટિશૂમાં લેયરર્સ બિલ્ડઅપ થાય છે. જેનાથી બ્રેસ્ટને નુકસાન થાય છે.

એલોવેરા
એલોવેરમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ બ્રેસ્ટને યીસ્ટ ઇન્ફેક્શનથી દૂર રાખે છે. એલોવેરા બ્રેસ્ટ વધવા અને સર્વાઇકલ કેન્સર સેલ્સને વધવાથી રોકે છે. એલોવેરા બ્રેસ્ટ ધમનીઓને મજબૂત કરવામાં મદદ કરે છે.

વરિયાળી
ભોજન કર્યા પછી વરિયાળી ખાવની પરંપરાથી ખૂબ ફાયદા થાય છે. વરિયાળી ખાવથી શરીરમાંથી ઝેરી પદાર્થ નીકળી જાય છે અને બ્રેસ્ટના ટિશૂને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

મેથી
મેથી દરેક લોકોના રસોડામાં મળી જ રહે છે. નિયમિત રીતે મેથીનું સેવન કરવાથી બ્રેસ્ટ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

શતાવરી
શતાવરી સ્તનને સુડોળ અને મજબૂત બનાવવામાં ખૂબ ઉપયોગી છે. તે એક ફાઇસ્ટ્રોજન છે. જે નિયમિત રીતે તે મહિલા માટે નિર્ધારિત કરવામાં આવે છે. જેનાથી લેક્ટેટિંગની સમસ્યા થાય છે.

તુલસી
પવિત્ર તુલસીને ભારતીય સંસ્કૃતિમાં કેટલાક સ્વાસ્થ્ય લાભ અને ધાર્મિક મહત્વ માટે સમ્માનિત કરવામાં આવી છે. જે સુગંધિત જડી બુટ્ટી, લીકોરિસની જેમ, લસીકા દ્રવ્યને સાફ કરવામાં મદદ કરે છે. તેમજ બ્રેસ્ટની થતી કેટલીક બીમારી માટે પણ ખૂબ ફાયદાકારક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન