કેલ્શિયમથી ભરપૂર આ ફૂડ્સ હાડકાંને રાખશે મજબૂત - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • કેલ્શિયમથી ભરપૂર આ ફૂડ્સ હાડકાંને રાખશે મજબૂત

કેલ્શિયમથી ભરપૂર આ ફૂડ્સ હાડકાંને રાખશે મજબૂત

 | 3:04 pm IST

કેટલીક વખત નાના બાળકોને આ કહેતા સાંભળ્યા હશે કે તેમને સાંધાનો દુખાવો થઇ રહ્યો છે. બાળકોની આ વાતો હંમેશા તેમના માતા-પિતાને ચિંતા અને હેરાનીમાં નાખી દે છે. કારણકે વધતી ઉંમર હાડકાને કમજોર કરી દે છે. જેના કારણથી સાંધાના દુખાવાની ફરિયાદ પણ રહે છે. પરંતુ બદલાતી લાઇસ્ટાઇલમાં આ સમસ્યા દરેક ઉંમરના વ્યક્તિને થઇ શકે છે. જેનું સૌથી મોટું કારણ છે કે ભરપૂર કેલ્શિયમ ન લેવુ. કેલ્શિયમ આપણા દાંત, હાડકા અને માંસપેશીઓને મજબૂત બનાવવાની સાથે હોર્મોનને પણ યોગ્ય રાખવા માટે જરૂરી છે. શરીરમાં કેલ્શિયમની ઉણપ થઇ જાય તો બ્લડ પ્રેશર વધવા લાગે છે અને દાંતનો દુખાવો, સાંધાના દુખાવાની સમસ્યા થવા લાગે છે. જેના કારણે પછીથી મુશ્કેલી થવા લાગે છે. જેથી તમારે ડાયેટામાં એવી વસ્તુઓ સામેલ કરવી જરૂરી છે જેમા ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમની સાથે અન્ય જરૂરી પોષક તત્વ રહેલા છે.

દૂધ
ઓછી ઉંમરમાં દાંત પડી જવા કે તેમા દુખાવો થવો, હાથ-પગમાં દુખાવા સહિત અન્ય કેટલીક સમસ્યાઓ લોકોને રહે છે. એવામાં દૂધનું સેવન કરવું જોઇએ. જે દરેક ઉંમરના વ્યક્તિ માટે ફાયદાકારક હોય છે. રોજ એક ગ્લાસ દૂધ પીવાથી કેલ્શિયમની ઉણપ ઓછી થાય છે અને ઓસ્ટિયોપોરોસિસ બિમારીનો ખતરો ઓછો થવા લાગે છે.

ચીઝ
ચીઝ કેલ્શ્યિમથી ભરપૂર હોય છે તે સિવાય તેમા અન્ય પોષક તત્વ રહેલા છે. તમે ચીઝને ભરપૂર પ્રમાણમાં સેવન કરી શકો છો. તેના સેવનથી સાંધામાં થઇ રહેલા દુખાવાની સમસ્યા દૂર થાય છે અને ઓસ્ટિયોપોરોસિસની આશંકા પણ ઓછી થાય છે.

લીલા શાકભાજી
લીલા શાકભાજી કેલ્શિયમથી ભરપૂર હોય છે. જેને તમે તમારી ડાયેટમાં સામેલ કરી શકો છો. જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ડાયેટમાં સરસો, બ્રોકલી, પાલક, કોબીજ સહિતના શાક સામેલ કરવાથી હાડકા મજબૂત રહે છે. કારણકે 100 ગ્રા લીલા શાકભાજીમાં 100થી લઇને 190 મિ.ગ્રા સુધીનું કેલ્શિયમ હોય છે.

સૂકો મેવો
સૂકા મેવા જેમ કે અખરોટ, બદામ, પિસ્તા તેમજ કાજૂ શરીર માટે ખૂબ લાભદાયી છે. સૂકામેવાનું સેવન કરવાથી વૃદ્ધાવસ્થા દરમિયાન હાડકાં મજબૂત રહે છે. રોજ તેનું સેવન કરવાથી ખૂબ ફાયદો થાય છે.

ટોફૂ
ટોફૂમાં કેલ્શિયમનું પ્રમાણ તેના પ્રકાર પર નિર્ભર કરે છે.જો તમે ફર્મ ટોફૂનું સેવન કરી રહ્યા છો તો તમે 230 મિલીગ્રામસ,સિલ્કન ટોફૂમાં 130 કેલ્શિયમ હોય છે.

કઠોળ
કઠોળમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે. જેમા કેલ્શિયમ, પ્રોટીન, ફાઇબર પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. કઠોળને બાફીને સેવન કરવાથી હાડકા મજબૂત થવાની સાથે સાથે ખૂબ ફાયદો થાય છે.