આ વસ્તુઓ સાથે ખાઓ ગાજર, લાભ થશે બમણો - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • આ વસ્તુઓ સાથે ખાઓ ગાજર, લાભ થશે બમણો

આ વસ્તુઓ સાથે ખાઓ ગાજર, લાભ થશે બમણો

 | 12:27 pm IST

ગાજર વિટામીનથી ભરપૂર હોય છે.તેમા રહેલા અલગ-અલગ વિટામિન શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ સહાયક છે. જેમા કેલરી ઓછી હોય છે. જેનાથી ગાજરને ખાવમાં કોઇ સમસ્યા આવતી નથી. ગાજર ખાવાના તો ઘણાં ફાયદા છે પરંતુ હવે જાણો કે કઇ વસ્તુઓની સાથે ગાજર ખાવાથી કયા ફાયદા મળશે.

• રોજ સવાર-સવારમાં ગાજરનો મુરબ્બો ખાવાથી દિમાગ મજબૂત અને તેજ બને છે.
• લો બ્લડ પ્રેશરની તકલીફ હોય તે લોકોએ ગાજરના રસમાં મધ મિક્સ કરીને પીવું જોઇએ.આમ કરવાથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે.
• નિષ્ણાંત અનુસાર પથરીની ફરિયાદમાં ગાજર, બીટ અને કાકડીને યોગ્ય માત્રામાં મિક્સ કરીને જ્યૂસ બનાવીને પીવું જોઇએ.
• ઉંઘ ન આવતી હોય તે લોકો માટે દરરોજ સવાર-સાંજ એક કપ ગાજરનું જ્યૂસ પીવું ફાયદાકારક છે.
• ગાજરને ઉકાળીને તેના રસને ઠંડો કરીને એક ચમચી મધ મિક્સ કરી પીવાથી માથાના દુખાવાથી છૂટકારો મળવાની સંભાવના વધી જાય છે.
• સલાડ રીતે કાચા ગાજર ખાવાથી બાળકોના પેટમાંથી જંતુઓ નીકળી જાય છે.
• ગાજરનો રસ,ટામેટાનો રસ, સંતરાનો રસ અને બીટનો રસ આશરે 25 ગ્રામની માત્રામાં રોજ બે મહિના સુધી સેવન કરવાથી ચહેરા પરના ખીલ,ડાઘ સહિતની સમસ્યાઓથી છૂટકારો મળે છે.
• ગાજર ફક્ત ખાવા સુધી જ સીમિત નથી પરંતુ તેના દાઝેલી ત્વચા પર પીસીને લગાવવાથી તરત ઠંડક પણ મળે છે.