કબજિયાતથી તરત રાહત માટે અજમાવો આ ઘરેલું ઉપાય - Sandesh
  • Home
  • Health & Fitness
  • કબજિયાતથી તરત રાહત માટે અજમાવો આ ઘરેલું ઉપાય

કબજિયાતથી તરત રાહત માટે અજમાવો આ ઘરેલું ઉપાય

 | 12:57 pm IST

પેટનું તંદુરસ્ત હોવું ખૂબ જરૂરી છે. તે શરીરનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ જો પેટમાં કોઇપણ પ્રકારની ગડબડી હોય તો તે અન્ય બિમારીને આમંત્રણ આપે છે. ઘણા લોકોને પેટ સાફ ન હોવાને કારણે કબજિયાતની સમસ્યા રહે છે. તેનું કારણ પાચનક્રિયામાં ગડબડી અને ખાણી પીણીને લઇને પણ કબજિયાત જેવી બિમારી રહે છે. લાંબા સમય સુધી સતત કબજિયાતની બિમારીથી પીડિત રહેવા પર ત્વચા પર પણ તેની અસર જોવા મળે છે. તે સિવાય ભૂખ ન લાગવી, પેટમાં ગેસ, બેચેની સહિતની સમસ્યાઓ થાય છે. કબજિયાત દૂર કરવા માટે સરળ ઉપચાર ફાયદાકારક હોય શકે છે.

કબજિયાત થવાના કારણ
પાણીનું ઓછુ સેવન કરવું
તરેલા ભોજનનું સેવન
વજન ઘટાડવા માટે ડાયેટિંગ કરવી
મેટાબોલિજ્મ ઓછા થવા
પેન કિલરનું સેવન કરવું
સતત એક જગ્યા પર બેસી રહેવું
એક પ્રકારનું ભોજન ખાવું

કબજિયાત દૂર કરવાના ઘરેલું ઉપાય
• સવારે ભૂખ્યા પેટે એક કપ ગરમ પાણીમાં અડધું લીંબુ નીચવીને તેમાલ એક નાની ચમચી કેસ્ટર ઓઇલ ઉમેરીને પીઓ. આ પાણી પીવાના 15-20 મિનિટ બાદ પેટ સાફ થઇ જશે. તે સિવાય રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં 2-4 ટીંપા કેસ્ટર ઓઇલ ઉમેરીને પીઓ. જેથી સવારે પેટ સહેલાઇથી સાફ થઇ જશે.
• રાત્રે સૂતા પહેલા એક કપ દૂધમાં એક ચમચી શુદ્ધ ઘી ઉમેરીને પીઓ. રોજ તેનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થશે અને પેટ પણ તંદુરસ્ત રહેશે.
• સવારે ખાલી પેટે અડધા લીંબુના રસમાં સંચળ મિક્સ કરીને નવશેકા પાણીની સાથે સેવન કરી લો. જેથી પેટથી જોડાયેલી સમસ્યાઓ દૂર થશે.
• રાત્રે એક લિટર પાણીમાં 20 ગ્રામ ત્રિફલા પલાળીને રાખો. સવારે આ પાણીને ગાળીને પીલો. આમ કરવાથી થોડાક દિવસમાં જ કબજિયાતથી છૂટકારો મળી જશે.
• પપૈયામાં વિટામીન ડી ભરપૂર પ્રમાણમાં હોય છે. ખાવામાં ટેસ્ટી હોવાની સાથે સાથે તે પેટ માટે પણ ખૂબ ગુણકારી છે. રોજ દિવસમાં એક વાર પાકેલું પપૈયાનું સેવન કરો. જેથી કબજિયાતની સમસ્યાથી રાહત મળશે.
• સૂકા અંજીરને રાતના સમયે પાણીમાં પલાળીને રાખો અને સવારે ચાવીને ખાઓ. તેને દૂધની સાથે પણ પી શકો છો. 5-6 દિવસ સેવન કરવાથી કબજિયાત દૂર થશે
• પાલકનું શાક કે તેના જ્યૂસને તમારા ડાયેટમાં સામેલ કરો. જેથી કબજિયાતની સમસ્યાથી રાહત મળશે અને સ્વાસ્થ્ય પણ સારુ રહેશે.