Health Contraceptive pill taking acne? Find out more
  • Home
  • Featured
  • ગર્ભનિરોધક ગોળી લેવાથી ખીલ થાય? જાણો વિગતે

ગર્ભનિરોધક ગોળી લેવાથી ખીલ થાય? જાણો વિગતે

 | 12:27 pm IST

મૂંઝવણ :- ડો. અક્ષરકુમાર શર્મા

કેટલીક વખત ઘણા લોકો ગર્ભ રાખવા માંગતા ન હોવાથી સંભોગ બાદ ગર્ભનિરોધક ગોળીઓ  લે છે. પરંતુ આ ગોળીઓના કારણે કેટલીક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થાય છે. જેને લઇને ઘણી વખત ચહેરા પર ખીલ પણ થાય છે. તો આવો જોઇએ ગર્ભનિરોધક ગોળી લેવાથી ચહેરા પર ખીલ થાય છે કે નહીં. 

પ્રશ્ન : મારી ઉંમર ૨૭ વર્ષ છે, જ્યારે મારી પત્નીની ઉંમર ૨૬ વર્ષ છે. અમારા લગ્નને હજી બે વર્ષ જ થયાં છે. અમારે હજી બાળકો નથી. અમારે હાલ બાળકો જોઈતાં નથી. તેથી હું જ્યારે પણ પત્ની સાથે સેક્સ માણું છું ત્યારે નિરાધનો ઉપયોગ કરું છું. મારા લગ્ન થયાં ત્યારે શરુઆતમાં તો પત્નીને સેક્સમાં રસ પડતો. અમે ખૂબ સારું સેક્સ જીવન માણી ચુક્યા છીએ, પણ ધીરે ધીરે પત્નીને સેક્સમાં રસ ઓછો થઇ ગયો છે. ઓછો મતલબ એવું કહી શકાય કે તેને સામેથી સેક્સ કરવાની ઇચ્છા નથી થતી હું કરું ત્યારે તે ના નથી કહેતી પણ તેણે કદી સામેથી આવી ઇચ્છા નથી જતાવી. હું તેને ઘણીવાર આ અંગે પુછું છું, કે તેને કોઇ સમસ્યા છે, તેને દુખાવો થાય છે? ચરમસુખ નથી પ્રાપ્ત થતું? હું ખુલ્લા દિલથી તેની સાથે વાત કરું છું. પણ તે મને આવી કોઇ જ સમસ્યા ન હોવાનું જણાવે છે, અને કહે છે કે કોણ જાણે પણ તેને મન નથી થતું. મેં તેને એમ પણ પુછયું હતું કે શું તેને બીજું કોઇ ગમે છે? તો તેણે રડતાં રડતાં મને ના કહી અને કહ્યું કે તે મને ખૂબ ચાહે છે. તેના જીવનમાં બીજું કોઇ નથી, બસ તેને સેક્સની ઇચ્છા નથી થતી. બાકી તે મારો સહવાસ તો ઝંખે જ છે. મારે જાણવું છે કે મારી પત્નીને આવું કેમ થાય છે? આ પાછળનું કારણ શું હોઇ શકે? શું તેને કોઇ બિમારી હશે?

જવાબ : તમે ખરેખર સમજુ છો કે તમે તમારી પત્નીને આટલું ખુલ્લા દિલથી બધું પુછો અને સમજાવો છો. ઘણીવાર હોર્મોનલ ચેંજના કારણે સેક્સની ઇચ્છા નથી થતી હોતી, અને આ બિલકૂલ નોર્મલ વાત છે. ઘણાં લોકોને અમુક સમયે એવો ફેઝ આવતો હોય છે કે જેમાં સેક્સની ઇચ્છા ઓછી કે ન થાય. અને તેથી તદ્દન વિરુદ્ધ ઘણાને એવો ફેઝ પણ આવે છે કે જેમાં સેક્સની ઇચ્છા વધારે પ્રમાણમાં જ થાય. તમે તમારી પત્ની સાથે છુટથી વાત કરી, અને તેણે જણાવ્યું કે તે તમારા પ્રત્યે વફાદાર છે, પણ તેને ઇચ્છા નથી થતી, એનો મતલબ એવો નથી કે પત્નીને કોઇ શારીરિક તકલીફ હોય. તેમને થોડો સમય આપો. અને થોડો સમય આપ્યા બાદ પણ જો આ વસ્તુ ઠીક ન થાય તો તમે કોઇ સેક્સોલોજીસ્ટને મળી શકો છો.

પ્રશ્ન : નમસ્તે, મારી ઉમંર ૨૩ વર્ષ છે જ્યારે મારી પત્નીની ઉંમર ૨૧ વર્ષ છે. અમારા લગ્ન થયાને એક મહિનો જ થયો છે. હાલમાં મેં સેક્સ દરમિયાન પત્નીને મુખમૈથૂન કરવા કહ્યું. પત્નીએ મુખમૈથૂન કરી આપ્યું. પહેલીવાર જ મુખમૈથૂન કર્યું હોવાથી વીર્ય મારી પત્નીના મોઢામાં જ જતું રહ્યું હતું. હવે ત્રણ દિવસથી મારી પત્નીને ગળામાં બળે છે, શું આ કારણે બળતું હશે? બીજી સમસ્યા એ છે કે અમે હાલ બાળક નથી ઇચ્છતાં તો શું વીર્ય ગળી જવાથી બાળક નહી રહે ને? મને ઉકેલ આપજો, અથવા ગર્ભ રહ્યો હોય તો તેને મિસ કરવાનો કોઇ ઉપાય બતાવશો.

જવાબ : તમે નાહકની ચીંતા કરો છો, વીર્ય ગળી જવાથી ગર્ભ રહેતો નથી. તેથી આ વિશે કોઇ ચિંતા કરવાની કે ગોળી લેવાની જરૂર નથી. રહી વાત ગળામાં દુખાવાની તો બને કે પત્નીને ઇન્ફેક્શન થયું હોય એટલે દુખાવો થતો હશે. મોટેભાગે વીર્યથી કોઇ શારીરિક તકલીફ નથી થતી. તેમ છતાં અમુક સંજોગોમાં એવું બનતું હોય કે લીંગને સરખું સ્વચ્છ ન કર્યું હોય તો તેના કારણે તેનું ઇન્ફેક્શન સ્ત્રીના મુખ વાટે થઇ ગળામાં થયું હોય. માટે જો મુખમૈથૂન કરવું હોય તો સ્વચ્છતા બાબતે ખૂબ સજાગ રહેવું.

પ્રશ્ન : મારી ઉંમર ૨૫ વર્ષ છે. મારા લગ્ન થોડા સમય પહેલાં થયાં છે. હું હાલ ગર્ભ ન રહે તે માટે ગર્ભનિરોધક ગોળીઓ લઇ રહી છું. આ ગોળી ગળવાથી મને ફેસ ઉપર ખૂબ ખીલ થાય છે. પહેલાં મને ક્યારેય ખીલની સમસ્યા નથી થઇ. જ્યારથી આ ગોળી લેવાની શરુઆત કરી ત્યારથી જ થઇ છે. મારે જાણવું છે કે આ સમસ્યા ન થાય તે માટે શું કરવું?

જવાબ : ગર્ભનિરોધક ગોળીઓથી માત્ર ખીલની જ નહીં, બીજી પણ ઘણી સમસ્યાઓ થઇ શકે છે. તે ગોળીની સાઇડ ઇફેક્ટ્સ ઘણી હોય છે. જેમ તમને ખીલ થયા તેમ બીજી પણ અનેક તકલીફ થઇ શકે છે. માટે બને તો ગર્ભનિરોદાક ગોળી લેવાનું બંધ કરીને તમારા પતિને કહો કે તે જ સેક્સ સમયે નિરોધનો ઉપયોગ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન