શરીરમાં આ 3 વિટામિન્સની ઉણપના કારણે આવી શકે છે બહેરાશ - Sandesh
NIFTY 11,422.30 -48.40  |  SENSEX 37,859.18 +-165.19  |  USD 68.8825 +0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • શરીરમાં આ 3 વિટામિન્સની ઉણપના કારણે આવી શકે છે બહેરાશ

શરીરમાં આ 3 વિટામિન્સની ઉણપના કારણે આવી શકે છે બહેરાશ

 | 12:36 pm IST

લાઇફસ્ટાઇલ બદલાવવાથી સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ વધતી જઇ રહી છે. જેમાથી એક સમસ્યા છે બહેરાશ. આ સમસ્યા કેટલાક લોકોને બાળપણથી હોય છે અને કેટલાક લોકોને કોઇ દુર્ઘટના કે તેમની બેદરકારી જેમ વધારે અવાજમાં સોન્ગ સાંભળવા, મોબાઇલ ફોનનો વધારે ઉપયોગ કરવો, વધારે અવાજ વાળી જગ્યા પર રહેવાથી પણ થઇ શકે છે. તે સિવાય શરીરમાં કોઇ વિટામિન્સની ઉણપના કારણે પણ સાંભળવાની શક્તિ ઓછી થઇ શકે છે. આવો જોઇએ કયા વિટામિનની ઉણપના કારણે આવી શકે છે બહેરાશ.

આ વિટામિન્સની ઉણપના કારણે આવે છે બહેરાશ
શરીરને હેલ્ધી રાખવા માટે વિટામિન્સ અને પોષક તત્વોની પૂર્તિ હોવી ખૂબ જરૂરી છે. જો તેમા કોઇપણ વસ્તુની ઉણપ થઇ જાય તો શરીરમાં કેટલાક રોગ થવા લાગે છે. આ રીતે જો શરીરમાં વિટામિન સી, ઇ અને ડીની ઉણપ થઇ જાય તો બહેરાશની સમસ્યા થઇ શકે છે. જેથી બહેરાશની સમસ્યાથી બચવા માટે તમારી ડાયેટમાં વિટામિન સી, ઇ અને ડી યુક્ત આહાર સામેલ કરો. તે સિવાય કેટાલક ઘરેલું ઉપાયથી પણ બહેરાશની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

સરસોનું તેલ અને તુલસી
જેના માટે સરસિયાના તેલમાં તુલસીના પાનને ઉમેરીને બરાબર ગરમ કરો અને તેને ઠંડુ કરીને કાનમાં ઉમેરો.

સરસિયાનું તેલ અને કોથમીર
આ ઉપાય કરવા માટે સરસિયાના તેલમાં ધાણાના થોડાક દાણા ઉમેરીને તેને ત્યાં સુધી ગરમ કરો. જ્યાં સુધી અડધુ ન રહી જાય. તેને ઠંડુ કરીને કાનમાં 1-1 ટીંપા ઉમેરો.

ડુંગળી
બહેરાશથી છૂટકારો મેળવવા માટે સફેદ ડુંગળીનો રસ ઉમેરીને કાનમાં નાખો. જેથી રાહત મળી શકે છે.

હીંગ અને દૂધ
દૂધમાં ચપટી હીંગ ઉમેરીને બરાબર મિક્સ કરીને તેને કાનમાં ઉમેરો.

લસણ અને સરસિયું
સરસિયાના તેલમાં લસણની 7-8 કળી ઉમેરીને તેને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી તે કાળી ન પડી જાય. ત્યાર પછી તેને ઠંડુ કરીને તેના ટીંપા કાનમાં ઉમેરો.