Health dengue and chikan guniya disease home remedy
  • Home
  • Featured
  • મોંઘી દવાઓ નહીં, આ ઘરેલું વસ્તુઓથી ડેંગ્યું અને ચિકનગુનિયાને કહો બાય

મોંઘી દવાઓ નહીં, આ ઘરેલું વસ્તુઓથી ડેંગ્યું અને ચિકનગુનિયાને કહો બાય

 | 3:51 pm IST

ઋતુ બદલાવાની સાથે જ લોકોને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાથી એક છે ડેંગ્યું અને ચિકન ગુનિયા.. તે થવા પર હાથ-પગમાં દુખાવો, ભૂખ ઓછી લાગવી, જીવ ગભરાવવો, તેમજ અતિશય તાવ, ઠંડી લાગવી, માથામાં દુખાવો, સાંધામાં દુખાવો, ત્વચા પર લાલ ધબ્બા પડી જવા, શરીરમાં કમજોરી આવવી જેવા લક્ષણો દેખાવવા લાગે છે. ડેંગ્યું કે ચિકનગુનિયા થવા પર ખાસ કરીને લોકો મોંઘામાં મોંઘી દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓના ઉપયોગથી તમે ચિકનગુનિયા અને ડેંગ્યુની બીમારીથી છૂટકારો મેળવી શકો છો.

નારિયેળ પાણી
એક નારિયેળ પાણીમાં 9 ગ્રામ-કાર્બોસ, 3 ગ્રામ – ફાઇબર, અને 2 ગ્રામ – પ્રોટીન હોય છે. તે સિવાય તેમા એન્ટી ઓક્સીડેન્ટ્સ વિટામીન સી, મેગ્નેશ્યિમ, મેગ્નીજ, પોટેશિયમ, સોડિયમ, મિનરલ્સ, એન્જાઇમ, એમિનો એસિડ, સાઇટોકોઇન, ફાઇબર અને કેલ્શ્યિમ જેવા પોષક તત્વ રહેલા છે. જે શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. ડેંગ્યુ થવા પર દિવસમાં એક વખત નારિયેળ પાણી પીઓ. તેને પીવાથી શારીરિક નબળાઇનો અનુભવ થતો નથી.

તુલસી
ડેંગ્યુ થવા પર તુલસીનું સેવન કરવું ખૂબ ફાયદાકારક હોય છે. તુલસીના પાનને ઉકાળી લો. તે પછી આ પાણીનું સેવન દિવસમાં 3-4 વખત કરો. આમ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધવા લાગે છે.

મેથી
ડેંગ્યુના દર્દીને મેથી વાળું પાણી પીવડાવો, આ પાણીને પીવાથી તમારા શરીરમાંથી ઝેરી પદાર્થ સહેલાઇથી બહાર નીકળી જાય છે. જે ડેંગ્યુના વાયરસને દૂર કરવાનું કામ કરે છે.

પપૈયું
પપૈયું પણ ડેંગ્યુના તાવ માટે ઔષધી બરાબર છે. પપૈયું ખાવાથી કે તેનું જ્યૂસ પીવાથી પ્લેટલેટ્સ ખૂબ ઝડપથી વધે છે. તેની સાથે જે લોકોનું પાચન તંત્ર સારુ નથી રહેતું તે લોકોએ પપૈયું જરૂરથી ખાવું જોઇએ.

કાળામરી
કાળામરી અને તુલસીના પાનને મિક્સ કરીને પીવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને ડેંગ્યુના તાવથી રાહત મળે છે.