જાણો આ નુસખાથી દાંતના સડાની સમસ્યાથી મળશે છૂટકારો - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • જાણો આ નુસખાથી દાંતના સડાની સમસ્યાથી મળશે છૂટકારો

જાણો આ નુસખાથી દાંતના સડાની સમસ્યાથી મળશે છૂટકારો

 | 7:22 pm IST

સફેદ અને સુંદર દાંત વ્યક્તિની સુંદરતામાં વધારો કરે છે. દાંત વગર ખાવાનું ખાવાનામાં પણ કોઇ મજા આવતી નથી. એવામાં દાંતની યોગ્ય સંભાળ કરવી ખૂબ જરૂરી છે. કેટલાક લોકો તેમની ખાણી પીણી તેમજ યોગ્ય રીતે દાંતની સાચવણી ન કરવા પર તેમાં કેવીટી એટલે પોલાણ થઇ જાય છે. આ સમસ્યા કોઇપણ ઉંમરના લોકોને થાય છે. ઘણીવાર તેમા સડો પડવાથી ખૂબ દુખાવો થાય છે. જે સહન કરવી ખૂબ મુશ્કેલ હોય છે. આ દુખાવાથી છૂટકારો મેળવવા ઘણા લોકો દવા અને ટ્રીટમેન્ટનો સહારો પણ લે છે. જે ખૂબ મોંઘી હોય છે. એવામાં કુદરતી રીતે પણ તમે દાંતમાંથી કેવિટીને સહેલાઇથી હટાવી શકો છો.

કેવિટી એટલે શું?
ખાંડયુક્ત ખાદ્ય પદાર્થ એટલે કે બિસ્કિટ, ચોકલેટ, બટેટા, કેળા ખાવાથી મોંમાં અમલ બનવા લાગે છે જેથી દાંતમાં ધીમે ધીમે છિદ્ર બની જાય છે. બાદમાં આ છિદ્રમાં કેવિટી કે સડો થઇ જાય છે. તે સિવાય દાંતમાં સંક્રમણ થવા પર કેવિટી બની શકે છે. તેનો ઇલાજ ન કરવા પર દાંતો ખરાબ થવાની સાથે ખતરો વધી શકે છે.

(1) નારિયેળ અને સુરજમુખીનું તેલ
પોલાણ વાળા દાંતોમાં તેલ ભરવું સૌથી બેસ્ટ ઘરેલું રીત છે. તેના માટે તમે નારિયેળ તેલ કે સુરજમુખીના તેલનો ઉપયોગ કરી શકો છો. 1 ચમચી તેલને તમારા મોમાં ઓછામાં ઓછું 20 મિનિટ રાખો. તે બાદ કોગળા કરો અને બ્રશ કરી લો, થોડાક દિવસ આમ કરવાથી ફરક પડી જશે.

(2)દાંત માટે બેસ્ટ ખાવાનું
દાંતને સ્વસ્થ રાખવા માટે વિટામિન ડી અને કેલ્શિયમ યુક્ત ભોજનનું સેવન કરવું જોઇએ. લીલા શાકભાજી, સોયાબીન ખાવાથી દાંત ખરાબ થશે નહી. દાંતમાંથી કેવિટી દૂર કરવા માટે ફાસ્ટ ફૂડ ન ખાશો.

(3) હીંગનો ઉપયોગ
હીંગનો ઉપયોગ કરવાથી દાંતની અંદરની કેવિટી દૂર થાય છે. હીંગના પાઉડરને પાણીમાં ઉકાળી લો. આ પાણી ઠંડુ થવા પર પાણીથી કોગળા કરી લો. રોજ આમ કરવાથી દાંતની કેવિટી દૂર થાય છે. તેની સાથે જ દાંતમાં થતા દુખાવાથી પણ રાહત મળે છે.

(4) ડુંગળી
દાંતની કેવિટી, પોલાણ તેમજ સડાને નષ્ટ કરવા માટે ડુંગળીના બીજનો ઉપયોગ કરો. તેના બીજ ચાવવાથી સડાનો ઝડપથી અંત આવે છે. તમે ઇચ્છો તો ડુંગળીને ઝીણી કટ કરીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.