Health Department asked for exchange of 39 Acre of Land for Rajkot AIIMS
  • Home
  • Featured
  • PM મોદી માર્ચમાં કરી શકે છે રાજકોટ એઈમ્સનું ખાતમૂહુર્ત! દોઢ વર્ષ બાદ સામે આવ્યો આ વાંધો

PM મોદી માર્ચમાં કરી શકે છે રાજકોટ એઈમ્સનું ખાતમૂહુર્ત! દોઢ વર્ષ બાદ સામે આવ્યો આ વાંધો

 | 8:00 am IST

રાજકોટઃ એઈમ્સ પ્રોજેકટ માટે જામનગર રોડ પર ખંઢેરી પરાપીપળીયા ગામના સરકારી ખરાબામાં ૨૦૦ એકર જમીન આરોગ્ય વિભાગે પસંદ કર્યા બાદ હવે આરોગ્ય વિભાગની ટેકનીકલ ટીમે આ જમીન પૈકીની ૩૯ એકર જમીનમાં પાણી ભરાવાની દહેશત જણાતા આ જમીન બદલી આપવા કલેકટરતંત્રને રીપોર્ટ કરતા હવે નવેસરથી જમીન ફાળવણીની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આથી હજુ પણ આ પ્રોજેક્ટને આગળ ધપવામાં વાર લાગે એવા એંધાણ દેખાઈ રહ્યા છે.
એઈમ્સની ફાળવણી થયા પછી જમીન ફાળવણીની પ્રક્રિયા છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી છે. અને તેમાંથી ૨૦૦ એકર જમીન ફાળવણી કરવામાં આવી હતી. જેનો કબજો પણ કેન્દ્રીય આરોગ્ય વિભાગને સોંપી દેવાયો હતો. એઈમ્સના નિર્માણ માટે લે આઉટ નકશા ડીઝાઈન ફાઈનલ કરી લેવાયા હતા એ પછી હેલ્થ વિભાગની ટેકનીકલ ટીમને ૨૦૦ એકર જમીન પૈકી ૩૯ એકર જમીનનો ટુકડો નીચાણમાં આવતો હોવાથી પાણી ભરાવાની સતત દહેશત ખડી થઈ હતી. આથે આટલી જમીનનો ટૂકડો બદલી દેવા માટે કલેકટર તંત્રને રીપોર્ટ કરાયો હતો.

જેથી હવે નવેસરથી જમીન ફાળવણીની પ્રક્રીયા ચાલુ કરવામાં આવી છે. એઈમ્સની જમીન ડીઝાઈન ફાયનલ થયા બાદ આગામી માર્ચ માસમાં સંભવિત ખાતમુહુર્ત વડાપ્રધાનના હસ્તે થાય એવી ગતિવિધિ છે.

આ વીડિયો પણ જુઓઃ યાત્રાધામ ડાકોરમાં પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન