સરકારે જાહેર કરી ચેતાવણી, ભૂલથી પણ આ Co-WIN એપ ડાઉનલોડ ન કરતાં

સરકારે તાજેતરમાં કોરોના રસી યોગ્ય રીતે લગાવવાની પ્રક્રિયા અને તેનો ડેટા સ્ટોર કરવા Co-WIN એપની ઘોષણા કરી છે. આ એપ્લિકેશન હાલમાં પ્લેસ્ટોર અથવા એપ સ્ટોર પર ઉપલબ્ધ નથી. આ હોવા છતાં કેટલાક છેતરપિંડી કરનારાઓએ પ્લે સ્ટોર પર બનાવટી એપ્સ અપલોડ કરવાનું શરૂ કર્યું છે. જો તમે પણ આવી એપ ડાઉનલોડ કરનારા લોકોમાં છો, તો તાત્કાલિક સાવધ રહો કારણ કે આવી બનાવટી એપ્લિકેશનો તમને છેતરપિંડીનો શિકાર બનાવી શકે છે.
Some apps named "#CoWIN" apparently created by unscrupulous elements to sound similar to upcoming official platform of Government, are on Appstores.
DO NOT download or share personal information on these. #MoHFW Official platform will be adequately publicised on its launch.
— Ministry of Health (@MoHFW_INDIA) January 6, 2021
આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે એક નોટિસ પણ પાઠવી છે અને Co-WIN નામની કોઈપણ બનાવટી એપ્લિકેશનને ડાઉનલોડ કે રજિસ્ટર ન કરવા જણાવ્યું છે. આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી હતી, “કેટલાક અસામાજિક તત્વોએ સરકારની આગામી ‘કો-વિન’ એપ્લિકેશનના સત્તાવાર પ્લેટફોર્મ જેવું જ એક એપ તૈયાર કર્યું છે, જે એપ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે.”
મંત્રાલયે કહ્યું, ‘તેને ડાઉનલોડ કરશો નહીં અથવા તેના પર વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં. આ એપ્લિકેશન લોંચ પર MoHFWનું સત્તાવાર પ્લેટફોર્મ તેની જાણકારી આપશે અને જાહેર કરશે. ”
ચાલો તમને જણાવી દઈએ કે ‘કોવિડ વેક્સીન ઇન્ટેલિજન્સ નેટવર્ક’ એપ્લિકેશન એટલે કે Co-WIN એપ્લિકેશનનો ઉપયોગ રસીકરણ અભિયાનના સંચાલન માટે કરવામાં આવશે, જે ટૂંક સમયમાં દેશમાં લાવવામાં આવશે. આ એપ્લિકેશન માત્ર સરકારને મોટા પાયે રસીકરણ પ્રક્રિયાના સંચાલનમાં મદદ કરશે, પણ આરોગ્ય અધિકારીઓને મદદ કરવા માટે વાસ્તવિક સમયે કોરોના વાયરસની રસીઓને પણ મોનિટર કરશે. સરકાર જલ્દીથી તે લોકો સમક્ષ રજૂ કરી શકે છે. આ પછી આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન અને બેંક પાસબુક જેવા ઓળખ દસ્તાવેજો અપલોડ કર્યા પછી લાભાર્થીઓ પોતાને નોંધણી કરાવી શકશે.
આ વીડિયો પણ જુઓઃ અમને ખેડૂતોની ચિંતા થઈ રહી છે સુપ્રીમ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન