દિવાળી પહેલાં હેલ્થ વિભાગના શહેરના મીઠાઇવાળા પર દરોડા, ૧૧૦ને નોટિસ અને ૫૧૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ – Sandesh
NIFTY 10,398.90 +20.50  |  SENSEX 33,849.23 +74.57  |  USD 64.6950 +0.49
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • દિવાળી પહેલાં હેલ્થ વિભાગના શહેરના મીઠાઇવાળા પર દરોડા, ૧૧૦ને નોટિસ અને ૫૧૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

દિવાળી પહેલાં હેલ્થ વિભાગના શહેરના મીઠાઇવાળા પર દરોડા, ૧૧૦ને નોટિસ અને ૫૧૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

 | 10:39 am IST

દિવાળી પહેલાં અમદાવાદ હેલ્થ ખાતાના અધિકારીઓ હરકતમાં આવ્યા છે. છેલ્લા ચાર દિવસથી હેલ્થ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારના મીઠાઇવાળા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં માવા સહિત જુદા-જુદા ૧૩ સેમ્પલ લેવાયા હતા. આ કાર્યવાહીમાં અત્યાર સુધી ૧૧૦ એકમોને નોટિસ પાઠવવામાં આવી છે જ્યારે ૫૧૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો.

ચાર દિવસથી ધમધમતાં હેલ્થ વિભાગના દરોડામાં નારોલ ગામના શ્રી અર્બુદા ચવાણામાંથી મીઠો માવો, શાહીબાગના મેરડીયા સ્વીટ માર્ટમાંથી કાજુ કતરી, અમવાઇવાડીના ધનલક્ષ્મી ચવાણા ભંડારમાં ટોમેટા સેવ, લાંભામાં મહાકાળી ભજીયા હાઉસમાંથી બેસન, સરસપુરમાં જોશનાબહેન ગૃહ ઉદ્યોગમાંથી પાલક સેવ, કુબેરનગર મમતા સ્વીટમાંથી મેદો, ઓઢવાના સર્વોત્તમ ચવાણામાંથી વરખવાળી કાજુકતરી, નરોડા ગામના શક્તિ સ્વીટમાંથી અંજીર બરફી, નવાવાડજના માધવ સ્વીટમાંથી કાજુકતરી, રાણીપના જય અંબે ચવાણા ભંડારમાંથી પાલક ગાંઠીયા, ઘાટલોડિયાના વિજય સ્વીટમાંથી અંજીર બરફી, જીવરાજ પાર્કના શારદા ચવાણામાંથી બેસન અને મેઘાણીનગર શક્તિ સ્વીટમાંથી બેસનના નમુના લીધા હતા જે તપાસ અર્થે ફુટ લેબોરેટરી મોકલી આપ્યા હતા.

માવાનું એક સેમ્પલ સહિત ત્રણ નમુના સબસ્ટાન્ડર્ડ આવ્યાં
અમદાવાદ મ્યુનિ.એ લીધેલા નમુનામાંથી ત્રણ નમુના સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે જ્યારે એક નમુનો મિસબ્રાન્ડેડ આવ્યો છે. રાયપુર દરવાજા એસી માવાવાળાના માવાનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવ્યું છે તો ઘાટલોડિયાની પટેલ ડેરી ફાર્મનું ઘીનું સેમ્પલ તથા ઇન્દ્રપુરીના નટરાજ સ્વીટનું ખાટું મીઠું ચવાણુંના નમુના પણ સબ સ્ટાન્ડર્ડ આવ્યો છે. સરસપુર આશાપુરા ચવાણાનો રતલામી સેવના પેકેટનો નમુનો મિસબ્રાંન્ડેડ આવ્યું છે.