Health Departments Checking on Uttarayan Festival at Ahmedabad
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: તહેવારને લઈ આરોગ્ય વિભાગનાં દરોડા, વેપારીઓમાં ફફડાટ

અમદાવાદ: તહેવારને લઈ આરોગ્ય વિભાગનાં દરોડા, વેપારીઓમાં ફફડાટ

 | 7:41 pm IST

અમદાવાદમાં ઉત્તરાયણના તહેવારને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ખાણીપીણીની દુકાનોમાં ચેકિંગ હાથધરવામાં આવ્યું છે. ઉંધિયું, ચીક્કી, જલેબી બનાવતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે તપાસ હાથધરી છે.

સાથે જ ઉંધિયું તેમજ જલેબીના નમુના લઈને તપાસ માટે લેબમાં મોકલવામાં આવશે. મહત્વનું છે કે તહેવાર આવતા જ વેપારીઓ દ્વારા વધુ નફો કમાવાની લાલચે હલકી ગુણવત્તાની ખાદ્યસામગ્રીનો ઉપયોગ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે.

જેને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે. અને આવા વેપારીઓ પર તવાઈ બોલાવી છે. આરોગ્ય વિભાગની કાર્યવાહીને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.