બાળકમાં ડાયાબિટીસના લક્ષણ ઓળખી આ રીતે રાખો ધ્યાન - Sandesh
  • Home
  • Health & Fitness
  • બાળકમાં ડાયાબિટીસના લક્ષણ ઓળખી આ રીતે રાખો ધ્યાન

બાળકમાં ડાયાબિટીસના લક્ષણ ઓળખી આ રીતે રાખો ધ્યાન

 | 7:29 pm IST

ડાયાબિટીસ આજકાલ એક સામાન્ય સમસ્યા બની છે. જેની ઝપટમાં હવે બાળકો પણ આવી રહ્યા છીએ. અગ્ન્યાશડયની બીટા-કોશિકાઓ ખતમ ખવા પર શરીરમાં ઇંસુલિન બનવાનું બંધ થઇ જાય છે અને શરીરમાં શુગર લેવલ વધવા લાગે છે. જો આ બીમારીના લક્ષણ સમય પર ઓળખીને તેનો ઇલાજ કરાવવામા ન આવે તો બાળકોને ગંભીર સમસ્યા થઇ શકે છે. જેના માટે પેરેન્ટ્સે બાળકોમાં ડાયાબિટીસન લક્ષણ ઓળખીને તરત જ ઇલાજ કરાવવો જરૂરી છે.

બાળકોમાં ડાયાબિટીસના લક્ષણ
• બાળકોમાં શુગર લેવલ વધવા પર વારંવાર પાણીની તરસ લાગે છે.
• તે સિવાય બાળકોને વારંવાર બાથરૂમ પણ જવું પડે છે.
• બાળકોને વારંવાર ભૂખ લાગે છે અને જમ્યા પછી પણ શરીરમાં એનર્જી હોતી નથી.
• ડાયાબિટીસ થવા પર આખો દિવસ ખાવા પર પણ વજન વધતું નથી.
• બાળકના શરીરમાં ઇંસુલિન ન બનવાન કારણે એનર્જી ખતમ થઇ જાય છે અને બાળક થાકી જાય છે.

ડાયાબિટીસમાં બાળકોનું આ રીતે રાખો ધ્યાન
• શરીરમાં ઇંસુલિનની પૂર્તિ થવું ડાયાબિટીસનો ખાસ ઇલાજ છે. જેથી સમય ઇંસુલિન લેવું જોઇએ. સમય પર બ્લડ શુગર ટેસ્ટ કરાવતા રહો અને હિસાબથી ઇંસુલિનનુ પ્રમાણ ઓછું-વધતુ કરવું જોઇએ.
• સમય પર ભોજન કરવાની આદત પાડો અને સાથે જ બાળકને પૌષ્ટિક આહાર આપો.
• બાળકને નિયમિત કસરત કરવા માટે કહો.
• ડાયાબિટીસના ડોક્ટરની મદદથી તમે સ્વયં શુગર લેવલ ટેસ્ટ કરો અને ઇંસુલિનનો ટીકો લગાવતા શીખો. તમારા બાળકના સ્વાસ્થ્ય માટે તે ખૂબ જરૂરી છે.