સ્વાદ માટે જ નહી હેલ્થ માટે પણ ઉત્તમ છે આ 5 પ્રકારની ચટણીઓ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • સ્વાદ માટે જ નહી હેલ્થ માટે પણ ઉત્તમ છે આ 5 પ્રકારની ચટણીઓ

સ્વાદ માટે જ નહી હેલ્થ માટે પણ ઉત્તમ છે આ 5 પ્રકારની ચટણીઓ

 | 12:46 pm IST

આપણા દેશના ખાણી-પીણીમાં ઘણી એવી વસ્તુઓ છે. જે ભોજનના સ્વાદમાં ચારગણો વધારો કરી દે છે. જેમ કે, રાયતું, અથાણું, પાપડ અને ચટણી.. જેમા ચટણી એવી વસ્તુ છે કે જેને કઇપણ જમવાની સાથે જમી શકો છો. નાસ્તામાં, દાળભાતની સાથે અને રાતે પણ ચટણી આરામથી આરોગી શકો છો. ચટણી છે જ એટલી કમાલની વસ્તુ જે બોરિંગથી બોરિંગ ભોજનને મજેદાર બનાવી દે છે. આ તો થઇ સ્વાદની વાત પરંતુ શુ તમે જાણો છો કે ચટણી તમારી હેલ્થ માટે ખૂબ જરૂરી છે. જોકે તમે સવારના નાસ્તામાં ચટણી જમો છો તો સ્વાદ તો મળે જ છે, સાથે શરીરમાં થનારી સમસ્યાઓથી પણ છૂટકારો મળે છે.

આંબળાની ચટણી
આંબળાની ચટણી ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ બરાબર રહે છે. તેમા રહેલ વિટામિન C અને અન્ય પૌષ્ટિક તત્વ તમારા શરીરની દરેક સમસ્યાઓથી દૂર રાખે છે. તેની સાથે આ ચટણીમાં આદુ અને લીંબૂ મિક્સ કરીને ખાવાથી હૃદયની બિમારી દૂર રહે છે.

કોથમીરની ચટણી
તેમા વિટામિન C અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. જેનાથી ડાયાબિટીઝ જેવી સમસ્યા દૂર રહે છે. આ રીતે ફુદીનાની ચટણીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે. જેનાથી કબ્જ જેવી સમસ્યાઓથી છૂટકારો મળે છે. કોથમીર, આદુ અને લસણની ચટણીથી આંતરડાની સમસ્યા, તાવ અને અતિસાર (દસ્ત) જેવી સમસ્યાઓ નથી થતી.

મીઠા લીમડાની ચટણી
આ ચટણીમાં આયર્ન અને ફોલિક એસિડ વધારે પ્રમાણમાં હોય છે. કેલ્શિયમ અને ઘણાં વિટામિનનું પ્રમાણ વધારે હોય છે. જેનાથી વાળ કાળા, ભરાવદાર અને મજબૂત બને છે. આ ચટણી ખાવાથી તમારા શરીરને એનીમિયા એટલે લોહીમાં ઘટાડો, હાઇ બીપી અને ડાયાબિટીસ જેવી મુશ્કેલીઓ દૂર રહે છે.

ટામેટાની ચટણી
ટામેટામાં વિટામિન C, લાઇકોપીન, વિટામિન, પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં મળે છે. સાથે જ તેમા કોલેસ્ટ્રોલને ઓછુ કરવાની તત્વ પર્યાપ્ત માત્રામાં હોય છે. જે લોકો વજન ઓછુ કરવા માંગે છે. તે લોકો માટે આ ચટણી ખાવી ફાયદાકારક રહે છે.

લસણની ચટણી
લસણ એક શક્તિશાળી કુદરતી એન્ટીબાયોટિક, એન્ટી-ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ હર્બ છે. તે ઉંમરની સાથે થતા શારીરિક પરિવર્તનોને ઓછું કરવા અને દરેક રોગને સારુ કરવામાં મદદ કરે છે.