Health Do not get up immediately in the morning, do these 3 works
  • Home
  • Featured
  • સવારે ઉઠીને તરત બિલકુલ પણ ન કરો આ 3 કામ, નહીંતર…

સવારે ઉઠીને તરત બિલકુલ પણ ન કરો આ 3 કામ, નહીંતર…

 | 2:37 pm IST

આજકાલની મહિલાઓ તેમના સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે વધારે જાગૃત છે. તેના માટે તે તેની ડાયેટનું વિશેષ ધ્યાન રાખે છે અને તેમના રુટીનમાં ફિટનેસ પણ સામેલ હોય છે. પરંતુ તેમની કેટલીક આદતો તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. કેટલીક મહિલાઓ સવારે ઉઠતાની સાથે જ ઘણી આદતોથી ટેવાયેલી હોય છે. જેને આખી ઉંમર પસ્તાવું પડે છે. આવો જોઇએ મહિલાઓની સવારની કઇ ત્રણ આદતોથી તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.

મોબાઇલ ચેક કરવો
કેટલીક મહિલાઓની આદત હોય છે કે તે સવારે ઉઠીને મોબાઇલમાં વોટ્સએપ, ફેસબુક, યુટ્યૂબ, ઇંસ્ટાગ્રામ, ટ્વીટર તેમજ અનેક પ્રકારની નોટિફિકેશન ચેક કરે છે. જો તમે પણ આવું કરતા હોવ તો સાવધાન થઇ જાવ. કારણકે સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે આપણી આંખો ખૂબ સેંસિટિવ હોય છે. એવામાં જો મોબાઇલની તેજ રોશની તમારી આંખ પર પડશે તો તે ખરાબ થઇ શકે છે અને આંખને લગતી કેટલીક સમસ્યાઓ પણ થઇ શકે છે.

બ્રેકફાસ્ટ
સવારે ઉતાવળમાં ખાસ કરીને મહિલાઓ બરાબર રીતે બ્રેકફાસ્ટ કરતી નથી કે બિલકુલ નાસ્તો પણ કરતી નથી. પરંતુ શુ તમે જાણો છો કે દિવસની શરૂઆત બ્રેસ્ટફાસ્ટ કરવાથી તમને આખો દિવસ ફિજિકલી અને મેન્ટલી એનર્જી મળી રહે છે. જે તમારા શરીર અને રુટીન માટે જરૂરી હોય છે.

ઉઠતાની સાથે બ્રશ કરવું
સવારે ઉઠતાની સાથે કેટલીક મહિલાઓ તરત બ્રશ કરવા લાગે છે. પરંતુ શુ તમે જાણો છે કે આંખોની જેમ સવારના સમયમાં જડબા પણ સેંસિટિવ થઇ જાય છે. જેથી પહેલા એક-બે ગ્લાસ ઠંડા પાણી પી લો અને ત્યાર પછી બ્રશ કરો. પરંતુ ધ્યાન રહે કે રાત્રે સૂતા પહેલા બ્રશ કરીને સૂવું જોઇએ.