ભૂલથી પણ ન રોકવી જોઇએ આવતી છીંક, જઇ શકે તમારો જીવ - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • ભૂલથી પણ ન રોકવી જોઇએ આવતી છીંક, જઇ શકે તમારો જીવ

ભૂલથી પણ ન રોકવી જોઇએ આવતી છીંક, જઇ શકે તમારો જીવ

 | 5:07 pm IST

હસવું, છીંક આવવી અને રોવું.. આ એવા માનવ વ્યવહારમાંથી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. પરંતુ કેટલીક વખત થાય છે કે લોકો પબ્લિક પ્લેસમાં છીંક ખાવાથી અને જોરથી હસવાથી ડરે છે અને પોતાના હસવાને અને છીંકને કંટ્રોલ કરી દે છે. જોકે આ દરેક નોર્મલ ક્રિયા છે. પરંતુ લોકો શરમના કારણે છીંક ખાવાથી અને હસવાથી બચે છે. પરંતુ આ જાણીને તમને આશ્ચર્ય થશે કે આમ કરવું ખોટુ છે. કારણકે છીંક આવવી એક સ્વસ્થ વ્યક્તિની ઓળખ હોય છે અને જો તેને રોકવામાં આવે તો કેટલીક સમસ્યાઓ શરૂ થઇ શકે છે.

શરીરમાં રહી જાય છે જીવાણું
જ્યારે ફણ કોઇ બહારના તત્વ કે સંક્રમણ શ્વાસ દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરી રહ્યા હોય છે ત્યારે આપણને છીંક આવે છે. એવામાં શરીરને નુકસાન પહોંચાડનારા તે તત્વ શરીરની બહાર જ રહી જાય છે. જ્યારે પણ આપણને છીંક આવે છે તો આપણા શરીરમાંથી 160 કિમી/કલાકની સ્પીડથી તેજ હવા નીકળે છે. એવામાં જો તમને છીંક રોકશો તો તે જ સ્પીડથી તે અંદર થાય છે. આમ વારંવાર કરવાથી આંતરિક બીમારીઓ થઇ શકે છે.

કફની સમસ્યા
ક્યારેક કેટલાક લોકો તેને સહન કરી શકતા નથી અને તે લોકોના મોત થઇ જાય છે. સાથે જ છીંક રોકવાથી કફ પણ શરીરમાં જામવા લાગે છે અને તમને શરદી તેમજ ઉધરસની સાથે કફની સમસ્યામાં વધારો થઇ જાય છે.

કાનની સમસ્યા
છીંક રોકવાથી કાનના પડદામાં નારની કાર્ટિલેજ માં ફ્રેકચર થવું, નાકમાંથી લોહી આવવું, કાનનો પડદો ફાટી જવો, સાંભળવામાં મુશ્કેલી, ચક્કર આવવા, આંખો પર દબાણ પડવાથી રેટિના ક્ષતિગ્રસ્ત થવું અને ચહેરા પર સોજા આવવા જેવી સમસ્યાઓ થઇ શકે છે. જેથી છીંક આવવા પર નાક અને મોંની સામે રૂમાલ કે ટિશૂ પેપર રાખી શકો છો. પરંતુ છીંક આવે તો તેને રોકવાની કોઇ ભૂલ ન કરો.

હૃદયની સમસ્યા
છીંક રોકવાથી હૃદય પર ખરાબ અસર પડી શકે છે અને આમ કરવાથી તમને હાર્ટ એટેક પણ આવી શકે છે. જેથી છીંકને ક્યારેય પણ ન રોકવી જોઇએ. તેને રોકવાથી આપણા શરીર પર દબાણ પડે છે અને આપણો જીવ પણ જઇ શકે છે. છીંક આપણા હૃદય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. છીંક રોકવાથી તમારા શરીરમાં થતા વાયુંનુ દબાણ સીધા તમારા દિમાગ પર પડે છે. જેનાથી તમારો જીવ પણ જઇ શકે છે. તે સિવાય દિમાગની બીમારી પણ થઇ શકે છે.