Health Do not let this night before sleeping
  • Home
  • Featured
  • રાત્રે સૂતા પહેલા ના કરો આ કામ, નહીંતર…

રાત્રે સૂતા પહેલા ના કરો આ કામ, નહીંતર…

 | 12:10 pm IST

કેટલાક લોકોને પથારીમાં જતાની સાથે જ ઊંઘ આવી જાય છે. પરંતુ કેટલાક લોકોને રોજ રાત્રે જલદી સૂવામાં મુશ્કેલી થાય છે. જોકે કેટલાક રિસર્સમાં કહેવામાં આવ્યું છે કે રોજ રાત્રે 7-8 કલારની ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. પરંતુ ઘણા લોકો એવા છે જે લોકોની ઊંઘ ખૂબ ઓછી હોય છે. જેથી કેટલાક ઉપાય છે જેની મદદથી આ સમસ્યાને દૂર કરી શકાય છે. રોજ રાત્રે જલદી સૂવાના ઉપાય અને ફાયદા પર એક નજર કરીએ.

જો તમારી ઉંમર 5 વર્ષ કે તેનાથી વધારે છે તો રોજ 7થી 8 કલાકની આસપાસ ઊંઘ લેવાની જરૂરત છે. બાળકો અને કિશોર 8-11 કલાક એટલે કે આ ઉંમરમાં વધારે ઊંઘ લેવાની જરૂરત હોય છે.

– સૂતા પહેલા રાત્રે કેફીનથી જોડાયેલી કોઇપણ વસ્તુ જેવી કે ચા – કોફીનું સેવન ન કરો. જો તમે રાત્રે જલદી સૂવાની કોશિશ કરી રહ્યા છો તો કેફીન વાળા ઉત્પાદન અને નિકોટીનથી દૂર રહો. તેનો પ્રભાવ ઘણા કલાકો સુધી રહે છે અને જો તમે સૂવા પણ માંગો છો તો તેના કારણે તમે સૂઇ શકતા નથી. તે સિવાય સૂતા પહેલા દારૂનું સેવન ન કરવું જોઇએ.

– રાત્રે સૂતા પહેલા ખાવાનું ન ખાવું જોઇએ, સૂવાના 2-3 કલાક પહેલા ખાવાનું ન ખાવું જોઇએ. જો તમે સૂવાના સમયે ખાવાનું ખાઇ રહ્યા છો તો સૂવાના સમયે સમસ્યા થઇ શકે છે અને તમને આખી રાત ઊંઘ આવશે નહીં.

– રાત્રે સૂતા સમયે એવું કામ કરો જેનાથી તમને સહેલાઇથી ઊંઘ આવી જાય. જેમ, કે પુસ્તકો વાંચવા, સ્નાન કરવું, ગીત સાંભળવા, તે સિવાય તમારી પથારી સ્વચ્છ અને આરામ દાયક હોવી જોઇએ. જેથી તમને સૂતા સમયે કોઇપણ પ્રકારની મુશ્કેલી ન થાય.

– જો તમને થાકનો અનુભવ થઇ રહ્યો છે તો તેનો મતલબ છે કે હવે તમારે સૂવું જોઇએ. તેમજ ચેરી, દૂધ, કેળા, બદામ, સલાડ, હર્બલ ચા સહિતની વસ્તુઓ ખાવાથી તમને જલદી અને સારી ઊંઘ આવવામાં મદદ મળશે.

જલદી સૂવાના ફાયદા
– તનાવ ઓછો થાય છે.
– સવારે તાજગી અનુભવાય છે.
– યાદશક્તિમાં સુધારો આવે છે.
– વજન ઓછું કરવામાં મદદ મળે છે.
– શુગરનું જોખમ ઓછું થાય છે.