Health do not touch these body parts sickness
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • શરીરના આ અંગોને વારંવાર અડવાથી થઇ શકે છે બીમારી

શરીરના આ અંગોને વારંવાર અડવાથી થઇ શકે છે બીમારી

 | 6:22 pm IST

મનુષ્યને સ્વસ્થ રહેવા માટે દરેક સંભવ કોશિશ કરે છે. પરંતુ આપણે અજાણતા કેટલીક એવી ભૂલો કરીએ છીએ જે બાદમાં ગંભીર બીમારી પણ થઇ શકે છે. કેટલાક લોકોને પોતાના શરીરના અનેક અંગને વારંવાર અડવાથી ગંદી આદત હોય છે. આ ખરાબ આદત સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે આજે અમે તમને કેટલીક ભૂલો અંગે જણાવીશું જે તમને બીમારી કરી શકે છે. તેમા સુધારો કરીને તમે આખી ઉંમર સ્વસ્થ રહી શકો છો તો આવો જોઇએ કઇ ભૂલો છે જે તમે પણ કરો છો.

આંગળીમાં બેક્ટેરિયા
કેટલાક લોકોને વારંવાર આંખને હાથ વડે વારંવાર અડવાની આદત હોય છે. પરંતુ શુ તમે જાણો છો કે આમ કરવાથી આંખોની અંદર બેક્ટેરિયા જતા રહે છે. આ બેક્ટેરિયા આંખોમાં ખંજવાળ, બળતરા અને પાણી નીકળવાનું કારણ બની શકે છે. આ કારણથી આંખોમાં ફોલ્લી પણ થાય છે.

ખીલમાં બેક્ટેરિયા
ચહેરા પર ખીલ થવા એક સામાન્ય વાત છે. પરંતુ કેટલાક લોકો ખીલને વારંવાર હાથ લગાવા લાગે છે. ખીલને અડવાથી બેક્ટેરિયા ચહેરાના અન્ય ભાગમાં જતા રહે છે. બેક્ટેરિયા જ્યાં-જ્યાં લાગે છે ત્યાં ખીલ થાય છે. તેની સાથે જ ખીલને વારંવાર અડવાથી ખીલ માટે ગંભીર પણ હોય શકે છે.

મોંમાં બેકટેરિયા
ભોજન કર્યા પછી ખાવાનાના કેટલાક અંશ મોંમાં જ રહી જાય છે. કેટલાક ફસાઇ ગયેલા ખાવાનાને નીકાળવા માટે વારંવાર મોંમાં આંગળી નાખે છે. આ આદતના કારણે હાથો પર લાગેલા બેક્ટેરિયા મોંમાં જતા રહે છે અને મોંના બેક્ટેરિયા હાથમાં આવે છે. બેક્ટેરિયા એક્ષટચેન્જ થવા મોં માટે ગંભીર સાબિત થઇ શકે છે. તેનાથી મોંમાં આવતી દુર્ગંધ, દાંતમાં દુખાવો અને દાંતમાં સડો થવા લાગે છે.

નાકમાં આંગળી નાખવી
નાકમાં આંગળી નાખવાથી બેક્ટેરિયા હાથ પર લાગી જાય છે તેની સાથે જ હાથ પર લાગેલા બેક્ટેરિયા નાકમાં જતા રહે છે. નાકમાં બેક્ટેરિયા જવાથી શ્વાસમાં તકલીફ કે ફેફસા સંબંધિત કેટલીક અન્ય સમસ્યાઓ પણ થઇ શકે છે. એવામા ગંદા હાથને સાબુથી જરૂર ધોઇ લો.

નખમાં બેક્ટેરિયા
નખ ચાવવાથી હાનિકારક બેક્ટેરિયા પેટમાં જતા રહે છે. ગંદા બેક્ટેરિયા પેટમાં જવાથી પાચન સંબંધી કેટલીક સમસ્યાઓ થવા લાગે છે. જેથી નખને મોંમાં ન નાખવા જોઇએ. તેની સાથે અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત નખને જરૂરીથી કટ કરો.