Health Drinking more coffee can cause serious illness
  • Home
  • Featured
  • સાવધાન! વધારે પ્રમાણમાં કોફી પીવાથી થઇ શકે છે આ ગંભીર બીમારી

સાવધાન! વધારે પ્રમાણમાં કોફી પીવાથી થઇ શકે છે આ ગંભીર બીમારી

 | 9:50 am IST

ખાસ કરીને ઘણા લોકોને સવારે ઉઠતાની સાથે કોફી પીવાની આદત હોય છે તો ઘણા લોકો એવા પણ હોય છે કે જે લોકોને કલાક-કલાકના અંતરે કોફી પીવા જોઇતી હોય છે પરંતુ શુ તમે જાણો છો કે કોફી પીવાથી પણ નુકસાન થઇ શકે છે. વધારે પ્રમાણમાં કોફી પીનારા લોકો સાવધાન થઇ જાઓ. એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે રોજ 6 કપ કે તેનાથી કે તેનાથી વધારે કોફી પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે. તેનાથી હૃદય રોગનો ખતરો 22 ટકા વધી શકે છે.

હાઇ બ્લડ પ્રેશર

ઓસ્ટ્રોલિયાની યુનિવર્સિટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયાના શોધકર્તાઓએ અધ્યયનમાં આ વાત પર ધ્યાન આપ્યું કે કોફીમાં કેફીનનું પ્રમાણ વધારે હોય છે અને તેનાથી નુકસાન થઇ શકે છે. તેમણે લાંબા સમય સુધી કોફીના સેવન અને હૃદય રોગ વચ્ચેના સંબંધને ઓળખ્યો અને માલૂમ કર્યું કે વધારે કેફીન હોવા પર હાઇ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે.

આવું પહેલી વખત છે જ્યારે કોફીના વધારે સેવનની સીમાને રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે 6 કપ કોફી બાદ કેફીનનું નકારાત્મક અસર શરૂ થઇ જાય છે. યુનિવર્સિટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયાના પ્રોફેસરે જણાવ્યું કે દુનિયામાં સૌથી વધારે કોફીનું સેવન થાય છે પરંતુ થોડાક લોકો જ જાણે છે કે તેનું કેટલા પ્રમાણમાં સેવન કરવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન