Health drinking these drink for pregnancy healthy immunity
  • Home
  • Health & Fitness
  • પ્રેગનેન્સીમાં રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખવા પીઓ આ ડ્રિંક

પ્રેગનેન્સીમાં રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખવા પીઓ આ ડ્રિંક

 | 2:56 pm IST

પ્રેગનેન્સીના સમયે ખાસ કરીને મહિલાઓને ખાવાનું મન બિલકુલ થતુ નથી. પરંતુ તેની કેટલીક ખાસ વસ્તુને લઇને ક્રેવિંગ વધી જાય છે. જેથી પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓ પૌષ્ટિક આહાર ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણકે તેની અસર ફક્ત માતાના સ્વાસ્થ્ય પર નહીં, પરંતુ પેટમાં રહેલા બાળક પર પણ પડે છે. તે સિવાય પ્રેગનેન્સી પીરિયડમાં જો મહિલા હેલ્ધી ફૂડ કોમ્બિનેશન કરીને ખાય તો તેનાથી તે હંમેશા સ્વસ્થ અને ઉર્જાવાન રહે છે. આજે અમે તમને કેટલાક હેલ્ધી ફૂડ્સ કોમ્બિનેશન અંગે જણાવીશું. જે માતા અને બાળકને રોગ પ્રતિકારક શક્તિ યોગ્ય રાખે છે.

પાલક અને ટામેટા
પાલક અને ટામેટાને મિક્સ કરીને ખાવથી શરીરમાં આર્યનનું પ્રમાણ વધે છે. જોકે, તે ગર્ભવતી મહિલાના ટિશ્યૂ અને શિશુના વિકાસ માટે ખૂબ જરૂરી છે. આર્યનની ઉણપના કારણે પ્રેગનેન્ટ મહિલાઓને થાક અને એનીમિયાની સમસ્યા રહે છે.

ગ્રીન ટી અને લીંબુ
ગ્રીન ટીમાં કેટલાક એવા ગુણ રહેલા છે. જે પ્રેગનેન્સીમાં મહિલાને એનર્જી ભરપૂર રાખે છે. ગ્રીન ટી એન્ટી-ઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે. જો તેમા લીંબુ મિક્સ કરીને પીવામાં આવે તો શરીરને 13 ઘણા વધારે એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. લીંબુ વિટામિન ‘સી’થી ભરપૂર હોય છે. જે રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે.

– પ્રેગનેન્ટ મહિલાને રોજ 2 કપ ગ્રીન ટીમાં એક લીંબુ નીતવીને પીવું જોઇએ. જેનાથી પ્રેગનેન્સીમાં માતા અને બાળકની રોગ પ્રતિકારક શક્તિ વદી જાય છે. તે સિવાય જ્યારે પણ ગ્રીન ટી પીવાનું મન કરે તો તેમા થોડોક ફુદીનો મિક્સ કરીને જરૂરથી પીઓ.