Health Due to the smell coming from the mouth, come shamefully home remedies
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • મોંમાંથી આવતી દુર્ગંધના કારણે આવે છે શરમ તો કરો આ ઉપાય

મોંમાંથી આવતી દુર્ગંધના કારણે આવે છે શરમ તો કરો આ ઉપાય

 | 12:25 pm IST

રોજ ટૂથપેસ્ટ કર્યા પછી પણ કેટલાક લોકોના મોંમાંથી અજીબ પ્રકારની દુર્ગંધ આવતી રહે છે. મોંમાંથી આવતી આ દુર્ગંધને કારણે તે લોકોને અન્ય લોકો સામે શરમ અનુભવવી પડે છે. પરંતુ કેટલીક વખત ટૂથપેસ્ટ બદલવા અને કેટલાક ઉપાય કર્યા પછી પણ મોંમાંથી આવતી દુર્ગંધ યથાવત રહે છે. જો તમે પણ મોંમાંથી આવતી દુર્ગંધની સમસ્યાથી પરેશાન છો તો આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું. જેનો ઉપયોગ કરીને તમે મોંમાંથી આવતીદુર્ગંધને મિનિટોમાં દૂર કરી શકશો.

એપ્પલ સાઇડર વિનેગર
એપ્પલ સાઇડર વિનેગર મોંમાથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. માટે 1/4 ગ્લાસ પાણીમાં 2 ચમચી એપ્પલ સાઇડર વિનેગર મિક્સ કરી લો. તે પછી તેને પાણીમાં 15-20 મિનિટ માટે મોમાં રાખીને કોગળા કરો. આમ કરવાથી મિનિટોમાં મોંમાંથી આવતી દુર્ગંધ ગાયબ થઇ જશે.

વરિયાળી
માઉથ ફ્રેશનેસ માટે વરિયાળીનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. વરિયાળી મોંમાં રહેલા જીવાણુંને મારવામાં મદદરૂપ છે. રોજ વરિયાળીનું સેવન કરવાથી શ્વાસમાં તાજગી આવી જાય છે.

નારિયેળ તેલ
મોમાંથી આવતી દુર્ગંધથી છૂટકારો મેળવવા માંગો છો તો નારિયેળ તેલનો ઉપયોગ કરવો જોઇએ. મોંમાં એક ચમચી નારિયેળ તેલ ઉમેરીને 20 મિનિટ માટે ચારેય તરફ ફેરવો. આમ આ ઉપાય કરવાથી મોંમાંથી આવતી દુર્ગંધને દૂર કરી શકાય છે.

ગ્રીન ટી
ગ્રીન ટી પણ મોંમાંથી આવતી દુર્ગંધની સમસ્યાથી છૂટકારો મેળવવામાં ખૂબ ફાયદાકારક છે. ગ્રીન ટી પીવાથી મોંમાંથી આવતી દુર્ગંધની સાથે કેવિટીની સમસ્ય પણ દૂર થઇ જાય છે.