Health Eating roasted nuts will offset the benefits, making digestive power stronger
  • Home
  • Featured
  • શેકેલી બદામ ખાવાથી થશે અધધ ફાયદાઓ, પાચન શક્તિને બનાવે છે મજબૂત

શેકેલી બદામ ખાવાથી થશે અધધ ફાયદાઓ, પાચન શક્તિને બનાવે છે મજબૂત

 | 3:34 pm IST

બદામને સ્વાસ્થ્ય સહિત સુંદરતા માટે બેસ્ટ માનવામાં આવે છે. બદામ ખાવી તો દરેક લોકોને ખૂબ પસંદ હોય છે.પરંતુ બદામને પલાળીને ખાવાની જગ્યાએ તેને શેકીને રોજ ખાવાથી સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ દૂર થઇ શકે છે. રોજ 2-3 રોસ્ટ બદામ ખાવાથી બ્લડ પ્રેશર અને સ્થૂળતા કંટ્રોલમાં રહે છે. તે સિવાય તેમા રહેલા મિનરલ્સ, વિટામિન, ફાઇબર તેજ દિમાગ અને સ્કિન માટે પણ ફાયદાકારક છે. આવો જોઇએ રોજ બદામને શેકીને ખાવાથી કયા ફાયદા થાય છે.

આ રીતે કરો રોસ્ટ

સૌ પ્રથમ 2 કપ પાણી ઉકાળો. તે બાદ પાણીને એક બાઉલમાં લઇને તેમા બદામ ઉમેરો. તે બાદ તેમા વિનેગર ઉમેરી બદામને 24 કલાક સુધી પલાળી રાખો. હવે તેને ઓવનમાં 5-6 મિનિટ સુધી રોસ્ટ કરો.હવે તેને તમારી ડાયેટમાં સામેલ કરવાથી સ્વાસ્થ્યને લઇને ધણી મુશ્કેલીઓ દૂર થઇ જશે.

– રોસ્ટેડ બદામ ખાવાથી ઓક્સિજનને શરીર સુધી પહોંચાડનાર એન્જાઇમ સ્વસ્થ રહે છે. રોજ ભૂખ્યા પેટે રોસ્ટેડ બદામનું સેવન શરીર માટે ફાયદાકારક છે.

– બદામ શરીરમાં પોષક તત્વોને શોષિત કરવામાં મદદ કરે છે. જેમા રહેલા મિનરલ્સ શરીરના ન્યુટ્રીશનને વધારવામાં મદદ કરે છે.

– તેમા રહેલા એન્ટી ન્યુટ્રીશન શરીરને અનેક પ્રકારની બિમારીઓથી દૂર રાખે છે. રોસ્ટેડ બદામને ડાયેટમાં સામેલ કરવાથી મોટી-મોટી બિમારીઓમાંથી છૂટકારો મળે છે.

– એન્ટી ઓક્સીડેન્ટના ગુણોથી ભરપૂર બદામનું સેવન કરવાથી પાચન તંત્રને બરાબર રાખે છે. તેમા રહેલા એન્જાઇમ પાચન તંત્રને મજબૂત બનાવે છે.

– બદામના સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલને વધવાથી રોકે છે. તે સિવાય તે ઓક્સીડેટિવ સ્ટ્રેક્સને બચાવીવને તમને હૃદયની બિમારીઓથી દૂર રાખે છે.

આ પણ જુઓ : સાવધાન ! જો કાનમાં મેલ એકઠો થઇ રહ્યો છે તો થશે હૃદયની બીમારી F

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન