Health Even age of 44, Sushmita is absolutely healthy, see videos of her exercises
  • Home
  • Featured
  • 44 વર્ષની ઉંમરમાં પણ સુષ્મિતા એકદમ હેલ્ધી, જોઇ લો તેના એક્સર્સાઇઝના વીડિયો

44 વર્ષની ઉંમરમાં પણ સુષ્મિતા એકદમ હેલ્ધી, જોઇ લો તેના એક્સર્સાઇઝના વીડિયો

 | 8:00 am IST

પૂર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે પરંતુ તે તેના ફેન્સ અને ફોલોઅર્સથી ક્યારેય દૂર થતી નથી. સુષ્મિતા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને તે તેની ફિટનેસને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. જેનું કારણ એ છે કે સુષ્મિતા તેના ફિટનેસ અને વર્કઆઉટના વીડિયો અને ફોટોને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતી રહે છે.

સુષ્મિતા સેન પોતે પણ એક ફિટનેસ ફીક્ર છે. આજે અમે તમને તેના કેટલાક વીડિયો બતાવીશુ જેને જોઇને તમને લાગશે જ નહીં કે સુષ્મિતાની ઉંમર 44 વર્ષની થઇ ચૂકી છે. જિમ્નાસ્ટિક રિંગની સાથે વર્કઆઉટ કરતા સુષ્મિતાનો વીડિયો જુઓ..

તેના બોયફ્રેન્ડ રોહમન શૉલ સથે પણ સુષ્મિતા ઘણી વખત કપલ વર્કઆઉટનો વીડિયો પોસ્ટ કરતી રહે છે. આ વીડિયોને જુઓ કેવી રીતે સુષ્મિતાએ તેમા ગજબની ફ્લેક્સિબિલિટી, સ્ટ્રેંથ અને બેલેન્સ બતાવ્યું છે અને રોહમન પણ આ વર્કઆઉટ દરમિયાન સુષ્મિતાનો ભરપૂર સાથ નીભાવી રહ્યો છે.

જિમમાં એક્સર્સાઇઝ કરતી સુષ્મિતા સેનનો આ વીડિયો જોઇ તમારું પણ મન કરશે કે તરત જીમ જતા રહીએ, સુષ્મિતાનો આ જિમ વીડિયોને પોસ્ટ કરતા ફેન્સને પૂછે છે કે તમારા માટે તાકાત કે સહનશક્તિ શુ જરૂરી છે? મારા માટે સ્ટ્રેંથ અને સહનશીલતા બન્ને ખૂબ જરૂરી છે. તમે પણ જુઓ આ વીડિયો…

આ પણ જુઓ : આશ્રમમાં ફરતો જટાધારી બાવો ખુલ્લો પડ્યો. T

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન