Health Every lump of breast does not have cancer
  • Home
  • Featured
  • બ્રેસ્ટની દરેક ગાંઠ કેન્સર નથી હોતુ, જાણો શુ છે તેના અન્ય લક્ષણ

બ્રેસ્ટની દરેક ગાંઠ કેન્સર નથી હોતુ, જાણો શુ છે તેના અન્ય લક્ષણ

 | 11:00 am IST

વધતી ઉંમરની સાથે કેટલીક મહિલાઓના બ્રેસ્ટમાં નાની ગાંઠ બની જાય છે. તેનાથી ડરવાની જરૂર નથી. વધતી ઉંમરમાં બદલાવ થવો સામાન્ય વાત છે. પરંતુ દરેક ગાંઠ બ્રેસ્ટ કેન્સરની નથી હોતી. સાથે જે લોકોમાં એવી ગાંઠ હોય તે લોકોએ ચા, ચોકલેટ, કોફી અને દારૂનું સેવન ન કરવું જોઇએ. જોકે કેટલીક એવી સમસ્યાઓ છે જે અંગે તમે નથી જાણતા તો ચાલો જોઇએ બ્રેસ્ટમાં થતી ગાંઠ કયા કારણથી થાય છે.

બ્રેસ્ટમાંથી લોહી કે પાણી આવવું સ્તન કેન્સરના લક્ષણ લાગી રહ્યા છે તો તમે તેના નિષ્ણાંતનો સંપર્ક કરી શકો છો. કેટલીક તપાસ થયા બાદ તમને સ્પષ્ટ થઇ જશે કે સ્તનના કયા ભાગમાંથી પાણી આવી રહ્યું છે અને તે કયા રંગનું આવી રહ્યું છે. તેનાથી કેન્સરનું સ્ટેજ માલૂમ પડશે. જેનો ઇલાજ સર્જરી, કીમોથેરાપી અને રેડિયોથેરાપીના માધ્યમ દ્વારા કરવામાં આવશે.

બ્રેસ્ટમાં દરેક ગાંઠ કેન્સરની હોતી નથી. કેટલીક વખત પીરિયડના સમયે છાતીમાં દુખાવો થવા લાગે છે અને બ્રેસ્ટના આકારમાં કેટલાક બદલાવ થવા લાગે છે. જે બાદમાં સારુ થઇ જાય છે. જો હંમેશા છાતીમાં દુખાવો થઇ રહ્યો છે તો તે માંસપેશીઓનો દુખાવો છે. જેના માટે ફિજિશિયનની સલાહથી દવાઓ લો. આ સમસ્યાથી રાહત મળી શકે છે.

તેના મુખ્ય સંકેત સ્તનના આકારમાં બદલાવ, છાતીની ત્વચામાં ખાડા બની જવા, નિપ્પલ અચાનકથી અંદર જતા રહેવા, નિપ્પલમાંથી લોહી આવવું, તેની આસપાસ ઇજા થવી, અંડરઆર્મ્સમાં ગાંઠ થવી આ દરેક કેન્સરના લક્ષણ હોય શકે છે. સમય પર તેનો ઇલાજ કરાવવા પર આ બીમારી સારી થઇ શકે છે. પરંતુ જો તેને નજર અંદાજ કરશો તો સમસ્યા થઇ શકે છે. જેથી લોકોએ દર મહીને પોતાના બ્રેસ્ટની કાળજી લઇને તપાસ કરાવવી જોઇએ.